જીએનએ:
વલસાડ ગવર્મેન્ટ કોલોની પાછળ ના ભાગે મુકેલી એક કચરાપેટી પાસે 3 રાષ્ટ્રધ્વજને ફેકવા અંગેની જાણ વલસાડ સિટી પોલીસને થતા તેમણે તાત્કાલિક દોડી જઇ સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને ઉઠાવી લઈ જઈ અજાણ્યા ઇસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે.
@d……
રાષ્ટ્રધ્વજનું અપમાન એટલે દેશનું અપમાન થતું હોય છે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વલસાડ શહેરના ગવર્મેન્ટ કોલોની પાછળના ભાગમાં કચરાપેટી પાસે 3 જેટલા રાષ્ટ્રીય ધ્વજને નજરે પડ્યા હતા સ્થાનિકોનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ અંગેની જાણ વલસાડ સિટી પોલીસની ટીમ ને કરી હતી સીટી પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે રાષ્ટ્રધ્વજને માન સન્માન પૂર્વક સલામી આપીને ઉઠાવી લેવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજનો અપમાન એટલે દેશનો કર્યો છે અને પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા ઈસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના ખરેખર ગુજરાત પોલીસ અને દેશના દરેક નાગરિક માટે સરાહનીય વાત કહી શકાય કે પોલીસ દ્વારા દેશના સન્માનને જાળવી તેને નસમસ્તક ન થવા દીધું.
Ad.