- વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા માં જરૂરિયાત મંદ લોકો માટે ગૌદાન કાર્યક્રમનું યોજવામાં આવ્યો.
- ગૌદાન કાર્યક્રમ થકી 31 જેટલા ગૌવંશ જરૂરિયાતમંદોને ખેતી તથા પશુપાલન માટે પૂરાં પાડવામાં આવ્યા.
જતન ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા શાંતિમંદિર , મગોદના શ્રી નિત્યાનંદજી , ડૉ. રાખી, શ્રી મનીષભાઈ તથા શ્રી નંદ ગોપાલ ટ્રસ્ટ , સરોધીના શ્રી કિશનભાઇ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ ગજ્જર , શ્રી પ્રવીણભાઈ વકીલ તથા શ્રી લાલજી વેલજી શાહ ( એંકરવાળા) ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી અનીશભાઈ શેઠિયાના સહકારથી કપરાડા તાલુકાના છેવાડાના સુથારપાડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો. પ્રા. ડૉ. આશા ગોહિલ પ્રોજેક્ટ ચેરપર્સન (વલસાડ)ના અધ્યક્ષપણા હેઠળ ગૌદાન કાર્યક્રમ યોજાયો…
આ ગૌદાન કાર્યક્રમ થકી 31 જેટલા ગૌવંશ જરૂરિયાતમંદ આદિવાસી પરિવારને ખેતી તથા પશુપાલન માટે પૂરાં પાડવામાં આવ્યા. શ્રી અર્ચનાબેન ચૌહાણ, શ્રી મહેશભાઈ ,શ્રી વિમલભાઈ, શ્રી ઈશ્વરભાઈ, શ્રી અયુબભાઈની મદદથી તથા ગામના સરપંચશ્રી રંજુબેન તથા રાજેશભાઈના સહકારથી આ ગૌદાન કાર્યક્રમ થકી લોકોને મદદ મળી.Ad…
ય