કપરાડા – ૧૮૧ વિધાનસભા યુથ કોંગ્રેસ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ અને N.S.U.I ની સયુંકત કારોબારી મીટીંગ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી. પટેલના અધ્યક્ષ સ્થાને કપરાડા શિક્ષક સદન હોલમાંમળી હતી.
- કપરાડા ખાતે યુથ કોંગ્રેસની મિટીંગમાં આગામી વિધાસભા -૨૦૨૨ અને યુથ કોંગ્રેસના સંગઠન તથા રીવરલીંક કામે એજન્ડા મુજબ ચર્ચા સાથે આગામી રણનીતિ અને કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ.૧૮૧ વિધાનસભા કપરાડા મહેશભાઈ પટેલ,NSUI પ્રમુખ દશરથભાઈ કડું, વલસાડ જિલ્લા NSUIના ઉપપ્રમુખ ધર્મસિંહ પટેલ, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ અને કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભોવરનો શાલ ઓઢાડીને યુથ કોંગ્રેસની કામગીરી અને મજબુત સંગઠનની યુથ ઇન્ચાર્જ જલ્ફાબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
યુથ કોંગ્રેસ કપરાડા તાલુકા અને ૧૮૧ કપરાડા વિધાનસભા યુથની નિમણુક અને સત્તાવાર હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી.
યુથ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના યુથ ઇન્ચાર્જ જલ્ફાબેન, કપરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, યુવા અને આદિવાસી નેતા નાની તંબાડીના સરપંચ ભાયલુભાઈ, પારડી શહેર કોંગ્રસના પ્રમુખ બિપીનભાઈ પટેલ,આદિવાસી ધરમપુરનાં નેતા અને સીનીયર કોંગ્રેસ આગેવાન ધીરજભાઈ પટેલ, પારડી તાલુકાના પૂર્વ પંચાયતના પ્રમુખ મુકેશભાઈ,વલસાડ જિલ્લા યુથના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, વાપી યુથના પ્રમુખ પંકજભાઈ, કપરાડા કોંગ્રેસના મંત્રી પાંડુભાઈ, કપરાડા કોંગ્રેસના મંત્રી ઈશ્વરભાઈ,આદિવાસી સંગઠનનાં મંત્રી સુભાષભાઈ, કપરાડા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભોવર, વલસાડ જિલ્લા NSUIના પ્રમુખ દશરથભાઈ કડું, વલસાડ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ શેખભાઈ, વાપી યુથના આગેવાન બોગાભાઈ, કપરાડા તાલુકા કોંગ્રેસના સહમંત્રી અને સિલધાના સરપંચ નરેન્દ્રભાઇ, વલસાડ જિલ્લા યુથના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ તુમડા, મોટી સંખ્યામાં યુથના હોદ્દેદારો,કારોબારી સભ્યો, સરપંચશ્રીઓ તથા કપરાડા તાલુકાના કોંગ્રેસના યુથ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ૧૮૧ કપરાડા વિધાનસભાના પ્રમુખ મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું અને ઉદઘાટન જલ્ફાબેન દ્વારા કરવામાં આવ્યું તથા આભાર વિધિ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવે કરી, રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.