ઉત્તરાખંડની ઘટના લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓની બસ ખીણમાં ખાબકતાં 14નાં મોત; PMO દ્વારા મૃતકના પરિવારને 2 લાખની સહાય
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી, જેમાં 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર વહેલી સવારે 3 વાગે ઘટી હતી. લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં લક્ષ્મણ સિંહ, કેદાર સિંહ, ઈશ્વર સિંહ, ઉમેદ સિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી સામેલ છે. આ દરેક વ્યક્તિ કકરનઈ ગામના રહેવાસી હતા. પુની દેવી, ભગવતી દેવી, હલ્દ્વાનાં રહેવાસી હતાં. બસંતી દેવી ચંપાવતની, જ્યારે શ્યામ લાલ અને વિજય લાલ ડાંડાના રહેવાસી હતા.