સ્વ.મોહનભાઈ ડેલકર ની પ્રથમ પુણ્યતિથિએ ધરમપુરમાં મીણબત્તી સળગાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી

0
213

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બાબા સાહેબ સર્કલ પાસે આદિવાસી મસિહા એવા સ્વ.મોહનભાઈ ડેલકર ની પ્રથમ પુણ્યતિથિએ મીણબત્તી સળગાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી સાથેજ તુંબી ગામના આદિવાસી સમાજના હરહમેંશા દરેક કામ માં સાથે રહેનાર સ્વ.કુલદિપભાઇ રાજેશભાઈ પટેલ ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આદિવાસી સમાજમાં યુવાનોના આદર્શ-પ્રેરણાદાયી નેતૃત્વ- નીડર સમાજ નું ઘડતર કરનાર સાંસદ શ્રી મોહનભાઇ એસ.ડેલકર ના નિધન આજે પણ અકલ્પનિય બની રહે, આજે આદિવાસી સમાજના મસીહા એવા એક નેતાની ખોટ પડી છે. પ્રથમ પુણ્ય તિથિએ શ્રધાંજલિ અર્પી છે સાથે આદિવાસી સમાજના લોકોને આજે અફસોસ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. માનસીક દબાણ કે ત્રાસ આપનાર ને આદિવાસી સમાજ સાંખી લેશે નહી.આજના શ્રધાંજલિ પ્રસંગે આદિવાસી સમાજ માટે જે લોકોને પોતાનું અસ્તિત્વ ધરાવે છે એવા વિસ્તારમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ધરમપુર તાલુકામાં તા.28/02/2022 ના દિને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધ માં મહા રેલી નું આયોજન કર્યું છે ભેગા થવાનું સ્થળ ધરમપુર બિરસામુંડા સર્કલ સમય સવારે 10:00 કલાકે જે બાબતે આવવા માટે તમામ આદિવાસી ઓ ને એક જૂથ થઈ ને સહયોગ અને સાથ આપવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
અને સાથે જ્યાં ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ, ધરમપુર તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રાજેશ પટેલ ઉત્તમભાઈ ગરાસિયા પીપલખેડ રોશની પ્રિન્ટિંગ પ્રેસ ભગવતીબેન દિનેશભાઈ,અને ધરમપુર તાલુકા ના વિવિધ ગામો થી આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા આદિવાસી સમાજ ના યોદ્ધાઓ હાજર રહ્યા,સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર અને
આદિવાસી એકતા પરિસદ ધરમપુર કમલેશ પટેલ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here