વલસાડના ફ્લાધરા જલારામ ધામમાં આવર્ષે ભક્તો માટે મહાશિવરાત્રી તહેવારને લઈને વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

0
186

દક્ષિણ ગુજરાતના વલસાડ નજીકના ફ્લધરા ગામમાં જલારામ ધામ એક ઔલોકીક પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળ જલારામ બાપા નું મંદિર સાંઈ મંદિર સિદ્ધિ વિનાયક મંદિર શ્રી જલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અને પીપળાનું પુરાણું વૃક્ષ છે. જ્યાં શ્રી હનુમાનદાદા બિરાજમાન છે.મહાશિવરાત્રી ના તહેવારને લઈને વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે આ વર્ષે ભક્તો મંદિરો અને શિવાલયોમાં પૂજા કરી શકશે.

જલારામબાપા ધામમાં 51000 રુદ્રાક્ષ નું શિવલિંગ નિર્માણ ભક્તો ના દર્શન માટે બનાવવામાં આવ્યું છે.

Ad…વર્ષના દરેક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે શિવરાત્રી કહેવાય છે. આ તમામ શિવરાત્રીમાં સૌથી વધુ મહત્વ ફાગણ મહિનામાં આવતી શિવરાત્રીનું છે જેથી જ તેને મહાશિવરાત્રી પણ કહે છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં ત્રણ દિવસ સુધી અનુષ્ઠાન માટે શુભ યોગ બની રહ્યા છે.

રૂદ્રાક્ષનું ધાર્મિક મહત્વ
ભગવાન શિવની પૂજા કરી જે વસ્તુઓને ચઢાવીને તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં રૂદ્રાક્ષથી ઉત્તમ કંઈ નથી. એવામાં જો તમે ઈચ્છો તો તમારા જીવનમાં બધુ જ તામારી ઈચ્છા અનુસાર થાય તો આ મહાશિવરાત્રિ પર શિવનો મણકો જરૂર ધારણ કરો. મહાદેવનો મહાપ્રસાદ ગણવામાં આવતા રૂદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિના દરેક રોગ, શોક અને ભય દૂર થાય છે અને તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે ભગવાન શિવના આંસુઓથી બનેલા રૂદ્રાક્ષમાં પણ કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની શક્તિ હોય છે.

ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી(MahaShivratri 2022) નું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 1લી માર્ચ, મંગળવારના રોજ છે. આ વખતે મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ બનશે. શિવરાત્રીના એક દિવસ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરીના સોમવાર અને ત્રયોદશી હોવાથી, આ દિવસે સોમ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આમ સતત ત્રણ દિવસ 1 માર્ચે મહાશિવરાત્રિ અને 2 માર્ચે અમાવસ્યા સુધી વિશેષ પૂજાવિધિ થશે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે વૈરાગી જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. આ દિવસે વ્રત રાખવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સૌથી મહત્વની વાત એ હશે કે કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે આ વર્ષે ભક્તો મંદિરો પૂજા કરી શકશે. તહેવારને લઈને વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી વાળા દિવસે 01 માર્ચે સવારે 3.16થી શરૂ થઈ રહી છે. જે મોડી રાત્રે 1 વાગ્યા સુધી છે. એવામાં મહાશિવરાત્રિના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. એક મહાશિવરાત્રીનો પરિધ યોગ છે જે 11 વાગીને 18 મિનિટ સુધી રહેસે. ત્યાર બાદથી શિવ યોગ પ્રારંભ થવાનો છે જે 2 માર્ચે સાંજે 8 વાગીને 21 મિનિટ સુધી રહેવાનું છે. જણાવી દઈએ કે પરિધ યોગમાં જો તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરવા માંગો છો તો પુજા કરવાથી તમે સફળ થઈ શકો છો. જ્યારે શિવ યોગ માંગલિક કાર્યો માટે સારો યોગ માનવામાં આવે છે. આ યોગમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો.મહાશિવરાત્રિ પર પંચગ્રહી આ વર્ષે 2022માં મહાશિવરાત્રિ વખતે પંચગ્રહી યોગ પણ બની રહ્યો છે. એવામાં આ ખાસ દિવસ મકર રાશિમાં મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને બુધ ગ્રહ એક સાથે ઉપસ્થિત થઈને પંચગ્રહી યોગનું નિર્માણ કરવાના છે.Ad….

જલારામ ધામમાં બે સીટ સાયકલ ની સવારી ભારે આકર્ષણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here