ભારત સરકારે વર્ષ 2007માં દેશભરમાં લઘુ ઉદ્યોગોને સસ્તા દરે સારી ગુણવત્તા ધરાવતો કોલસો ઉપલબ્ધ કરાવવાની નીતિ બનાવી હતી. બીજા જ વર્ષ 2008માં એને લાગુ પણ કરી દેવાઈ. આ નીતિ અંતર્ગત ગુજરાતના લઘુ ઉદ્યોગોના લાભાર્થે કોલ ઈન્ડિયાના માધ્યમથી કોલસો લાવવામાં આવે છે.
જેના માટે દર મહિને ઓર્ડરના હિસાબે કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયાના વેસ્ટ કોલ ફિલ્ડ અને સાઉથ- ઇસ્ટ કોલ ફિલ્ડમાંથી કાઢીને રવાના કરવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે ગુજરાત સરકારે કોલસાના લાભાર્થી ઉદ્યોગોની યાદી, તેના માટે જરૂરી કોલસાનો જથ્થો, કઈ એજન્સીના માધ્યમથી પ્રાપ્ત કરાશે, આ અને એવી તમામ માહિતી કોલ ઈન્ડિયાને મોકલવાની હોય છે. પરંતુ દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં કોલ ઈન્ડિયાને મોકલવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી જોવા મળી છે.
રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી એજન્સીનું સ્ટેટસ, દિવ્ય ભાસ્કરે સ્થળ તપાસ કરતાં આ તથ્યો સામે આવ્યાંકાઠિયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનઃ આ એજન્સીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું સીજી રોડ ખાતેના એક ખાનગી કોમ્પ્લેક્સમાં જણાવ્યું છે. સત્ય એ છે કે આપવામાં આવેલા સરનામા પર અત્યારે એક સીએની ઓફિસ છે, જે છેલ્લાં ચાર વર્ષથી ચાલે છે. આ અગાઉ આ કોમ્પ્લેક્સ બન્યું એની પહેલાં અહીં કોઈ મેગેઝિનની ઓફિસ હતી. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે કોલસાના વેપાર સાથે સંકળાયેલી કોઈ સંસ્થા-ફર્મ-કંપનીની ઓફિસ આ કચેરી જ નહીં, પરંતુ આ સમગ્ર કોમ્પ્લેક્સમાં પણ ક્યાંય ન હતી.
ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિયેશનઃ આ એજન્સીએ પોતાની ઓફિસનું સરનામું અમદાવાદનો એલિસબ્રિજ વિસ્તાર જણાવ્યો છે. અમે ત્યાં જઈને તપાસ કરી તો આ સ્થાને કોલસાના વેપાર સાથે સંબધિત એક વ્યાપારી એજન્સી ‘બ્લેક ડાયમંડ’ કાર્યરત છે. આ એજન્સીના માલિક હસનૈન અલી ડોસાણીએ કહ્યું હતું કે અમે કોલસાનો સંપૂર્ણ જથ્થો દ.ગુજરાતના વેપારીઓને વેચીએ છીએ.
સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગઃ ત્રીજી એજન્સીનું સરનામું સીજી રોડ ખાતે બતાવાયું છે અને ત્યાં જઈને જ્યારે અમે તપાસ કરી તો અહીં કોઈ ટ્રાવેલ એજન્સી કામ કરી રહી છે.ખાણોમાંથી કાઢેલો 60 લાખ ટન કોલસો સરકારી અધિકારીઓ અને વેપારીઓએ ‘રસ્તામાં જ ગાયબ’ કરી 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે. દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લાં 14 વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળાબજારીમાં વેચી દઈ 6 હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે. ભાસ્કરે સરકારી વિભાગના એ તમામ અધિકારીઓ, કોલસા ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ પાસે જ્યારે કોલસો ગાયબ થવાની હકીકત જાણવા પ્રયાસ કર્યો તો દરેકે આ મુદ્દે ‘નો કોમેન્ટ્સ’ કહીને મૌન સાધી લીધું છે.ભાસ્કરને દસ્તાવેજો મળ્યા, 60 લાખ ટન કોલસો મોકલવાની એન્ટ્રી દસ્તાવેજો અનુસાર અત્યારસુધી કોલ ઈન્ડિયાની ખાણોમાંથી ગુજરાતના વેપારીઓ માટે 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો હતો. પ્રતિ ટન સરેરાશ રૂ.3000ના ભાવના હિસાબે એની કિંમત રૂ.1800 કરોડ થવા જાય છે. જોકે કોલસાનો આ જથ્થો લાભાર્થી નાના વેપારી અને લઘુ ઉદ્યોગોને વેચવાને બદલે રૂ. 8થી 10 હજાર પ્રતિ ટનના ભાવે વેચી દેવામાં આવે છે.6 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ
ડમી નામથી ચાલતી અથવા જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા છે. જો સાવ સંકુચિત અંદાજ લગાવીએ તો આ કોલસાના કાળા કારોબાર પાછળ અત્યારસુધીમાં 6 હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સચિવ અનિલ જૈને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નીમેલી એજન્સીઓ(એસએનએ)ને કોલસો અપાઇ જાય પછી અમારી ભૂમિકા પૂરી થઇ જાય છે.ગૃહ વિભાગ કહેશે એમ કાર્યવાહી કરીશુંઃ અધિકારી
આ અંગે કોલ ઇન્ડિયાના ડિરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે એજન્સીઓની નિમણૂક કરવી એ જે-તે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની જવાબદારી છે. આ અંગે કોઇપણ બાબત ધ્યાનમાં આવી હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ધ્યાન દોરવું જોઇએ, જેમાં જે કોઇપણ પુરાવા હોય એ પણ સામેલ કરવા જોઇએ. રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અમને જે માહિતી આપશે એના આધારે સંબંધિત કોલસા કંપની જરૂરી પગલાં ભરીશું.સ્વીકૃત પ્રમાણિત પ્રક્રિયા નીચે મુજબ છે
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ તરફથી કોલ ઈન્ડિયાને રાજ્યના લઘુ ઉદ્યોગો માટે દર વર્ષે જરૂરી કોલસાના જથ્થા સહિતની વિગતો સાથે એક યાદી મોકલવામાં આવે છે. આ યાદીની સાથે સ્ટેટ નોમિનેટેડ એજન્સી (SNA)ની યાદી પણ મોકલવામાં આવે છે. એસએનએનો અર્થ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એ એજન્સી જે રાજ્ય સરકાર તરફથી કોલ ઈન્ડિયા પાસેથી કોલસો લઈને રાજ્યના લાભાર્થી લઘુ ઉદ્યોગો- નાના વેપારીઓ સુધી પહોંચાડવા માટે અધિકૃત છે. હા, આ કામના બદલામાં તે માત્ર ટ્રાન્સપોર્ટ અને કોલસાની કિંમતના 5 ટકાના હિસાબે સર્વિસ ટેક્સ વસૂલી શકે છે. ત્યાર પછી જ આ કોલસાના જથ્થામાંથી તે લઘુ ઉદ્યોગો અને નાના વેપારીઓ, જેમની જરૂરિયાત વાર્ષિક 4200 ટન અથવા એનાથી પણ ઓછી છે તેને બજાર ભાવથી ઓછા દરે કોલસો ઉપલબ્ધ કરાવવાનો હોય છે.ટોચના અધિકારીએ કહ્યું – બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે ‘કોલ ઈન્ડિયા’માં ટોચના પદ પર રહી ચૂકેલા એક અધિકારીએ કહ્યું, ‘ગુજરાતમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારે તો ખરેખર કોલ ઈન્ડિયાને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાની હોય છે, પરંતુ ગુજરાત સરકાર આ બાબતે પણ ગોલમાલ આચરતી રહી છે. સાચી માહિતી-વર્ણન હોવા છતાં ગોલમાળ માહિતી ઉપલબ્ધ કરાવાય છે.’હવે સમજીએ કે આ ગોટાળામાં કોણ કેવી રીતે સંડોવાયેલું છે
ગુજરાત સરકાર: કોલ ઈન્ડિયાની વેબસાઈટ પર કોલસાનું વિતરણ-પુરવઠામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સાચી-પ્રમાણિત માહિતી આપવાની રહે છે. બીજાં રાજ્યોમાં આવા કોલસાને લાવવાનું કામ સંબંધિત રાજ્ય પોતાના જ કોઈ એક વિભાગને સોંપે છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી કેટલીક પસંદ કરેલી એજન્સીઓની જ નિમણૂક કરાઈ છે. આટલું જ નહીં, કોલ ઈન્ડિયાની વેબસાઈટ પર અન્ય રાજ્યોએ નાણાકીય વર્ષના હિસાબે કોલસાના જથ્થા, સંબંધિત એજન્સી/કચેરીનું આખું નામ, ટેલિફોન નંબર, ઈ-મેલ એડ્રેસની માહિતી આપી છે. જ્યારે ગુજરાત સરકારે થોડાં વર્ષ તો માહિતીના વિભાગમાં એજન્સીના નામવાળી કોલમમાં abcd, asdf, 999999999 લખીને પોતાની ફરજ પૂરી હોવાનું દર્શાવ્યું છે, એટલે ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓની પણ આ ગોટાળામાં સાઠગાંઠ અને સંડોવણી છે.સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓની ભૂમિકા
એજન્સીઓ દર વર્ષે ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામથી કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયા પાસેથી ખરીદે તો છે, પરંતુ એને લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી અબજો રૂપિયાની કમાણી ઓહિયા કરી ગયા છે. આ ખેલ માટે આ એજન્સીઓએ નકલી બિલ બનાવી ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ અને જીએસટીમાં પણ ચોરી કરાઈ હોવાની સંભાવના છે.