વલસાડના ફ્લાધરા જલારામ ધામમાં આવર્ષે ભક્તો માટે મહાશિવરાત્રી તહેવારને લઈને વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
જલારામ ધામ એક ઔલોકીક પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળ જલારામ બાપા નું મંદિર સાંઈ મંદિર સિદ્ધિ વિનાયક મંદિર શ્રી જલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
મહાશિવરાત્રી ના તહેવારને લઈને વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
જલારામબાપા ધામમાં 51000 રુદ્રાક્ષ નું શિવલિંગ નિર્માણ ભક્તો ના દર્શન માટે બનાવવામાં આવ્યું છે.
વર્ષના દરેક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે શિવરાત્રી કહેવાય છે. આ તમામ શિવરાત્રીમાં સૌથી વધુ મહત્વ ફાગણ મહિનામાં આવતી શિવરાત્રીનું છે
આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં ત્રણ દિવસ સુધી અનુષ્ઠાન માટે શુભ યોગ બની રહ્યા છે.
મહાશિવરાત્રિ પર શિવનો મણકો જરૂર ધારણ કરો. મહાદેવનો મહાપ્રસાદ ગણવામાં આવતા રૂદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિના દરેક રોગ, શોક અને ભય દૂર થાય છે અને તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
માન્યતા છે કે ભગવાન શિવના આંસુઓથી બનેલા રૂદ્રાક્ષમાં પણ કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની શક્તિ હોય છે.