વલસાડનાં કપરાડા તાલુકાના જોગવેલ ગામનો વિદ્યાર્થી પરત ફરતા વલસાડમાં પરિવાર જનો સાથે મિલન

0
181

  • વલસાડનાં કપરાડા તાલુકાના જોગવેલ ગામનો વિદ્યાર્થી પરત ફરતા વલસાડમાં પરિવાર જનો સાથે મિલન
  • રશિયા અને યુક્રેન વચ્ચેની યુધ્ધની પરિસ્થિતી વચ્ચે ફસાયેલા પરત ફરતા પરિવારના બન્યો ભાવુક
  • સમગ્ર વિશ્વમાં યુક્રેન ઉપર રશિયાના હુમલાની ઘટના બાદ ખળભળાટ મચ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ.

ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની ફલાઇટ યુક્રેન પહોંચે તે પહેલાજ યુદ્ધ છેડાઈ જતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. રશિયાની મિસાઈલ અને બોમ્બના હુમલા શરૂ થતા આ વિદ્યાર્થીઓ દ્વારા યુક્રેન અને ઇન્ડિયા ની એમ્બોસી સંપર્ક કર્યો હતો. વિદ્યાર્થીઓ આશ્રયસ્થાનોમાં પરત ફર્યા છે. જેઓને સતત જીવનું જોખમ સતાવી રહ્યું છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનમાં કિવ , ટર્નઓપી અને કિનિકસમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલની બેચલર ડિગ્રી માટે અભ્યાસ કરે છે.

રોમાનીયા બોર્ડર

યુક્રેનથી વિશેષ વિમાન વિદ્યાથીઓને લઇને વિદ્યાર્થીઓ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં સરકાર ની ગાઈડ લાઇન મુજબ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. મુંબઇ એરપોર્ટ પરથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે જીએસઆરટીસી વોલ્વો મોકલવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં માંથી એક માત્ર વિદ્યાર્થી કપરાડા તાલુકાના જોગવેલ ગામના હતા.

ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેંદ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ફ્લાઇટ્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ફ્લાઇટમાં વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત ફર્યા છે.
ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી. દિલ્હી અને મુંબઇથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

મુંબઈ માંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.

વલસાડનાં કપરાડા તાલુકાના જોગવેલ ગામનો કૃણાલ જાદવ વિદ્યાર્થી મુંબઈ એરપોર્ટ પરથી વહેલી સવારે જીએસઆરટીસી વોલ્વો દ્વારા પહોંચી ગયા હતા. વલસાડ ધરમપુર ચોકડી નેશનલ હાઇવે પર વિદ્યાર્થી સાથે પરિવારજનો મિલન થતા ભારે ભાવુકતા જોવા મળી હતી.

નગીનભાઈ જાદવે જણાવ્યું કે કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રયાસ થકી વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પરત વતન વાપસી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી , જિલ્લા કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, વલસાડ અને ગુજરાત સરકારના તમામ વહીવટી તંત્ર અને મીડિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here