ધરમપુરમાં સૂચિત પૈખેડ ડેમને લઈ આદિવાસીઓ હજારોની સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા હતા.

0
239

  • વલસાડ જિલ્લાના ધરમપુરમાં નદીના લિંક પ્રોજેક્ટના વિરોધમાં ઐતિહાસિક રેલી

ગુજરાતની મોટી નદી દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં જેનો સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ધરમપુર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતુ.

આ વિશાળ રેલીમાં અભિનવ ડેલકર દાદરા નગર હવેલી, અંનત પટેલ ધારાસભ્ય વાંસદા કલપેશ પટેલ તાલુકા સદસ્ય, વસંત પટેલ વલસાડ કોંગ્રેસ મહામંત્રી, આદિવાસી સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

વલસાડના ધરમપુરમાં સૂચિત પૈખેડ ડેમને લઈ આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા હતા. જ્યા અભિનવ ડેલકર શિવસેના નેતા દાદરા નગર હવેલીવાસંદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં આવેદન પત્રઆપીયુ હતું. ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. આદિવાસીઓએ નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.ધરમપુરમાં સૂચિત ડેમનો આદિવાસીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુરમાં ડેમ નહીં બનવા દઈએ જેવા બેનરો, તેમજ કાળા વાવટા સાથે આદિવાસીઓએ વિરોધ પ્રદશન કરી ધરમપુરમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસીઓ જંગલ વિસ્તારમાંથી ધરમપુર પહોચ્યા હતા. જેને લઈ ધરમપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. ધરમપુરને ઘેરવા ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો.સુચિત ડેમનો ધરમપુરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. વાસંદાના ધારાસભ્યની આગેવાનીમાં તેમજ આદિવાસી નેતાઓની હાજરીમાં જંગી રેલી નિકળી હતી. ધરમપુરના ઈતિહાસમાં પહેલી વાર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરમપુરમાં બિરસા મુંડા સર્કલથી આદિવાસીઓએ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here