વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રીના દિવસે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજીયો શિવમંદિરોમાં વહેલી સવારથી હજ્જારોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે

0
192

વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રીના દિવસે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજીયો શિવમંદિરોમાં વહેલી સવારથી હજ્જારોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા.

વલસાડ જિલ્લાના કપરાડાના બાલચોંડી, અરણાઈ, માંડવા વાપીના રાતા, પારડીના પલસાણાના ગંગાજી, પંચલાઈ, અરનાલા, ધરમપુરના બરૂમાળ નાધાઈ ( ખેરગામ )વહેલી સવારથી પૂજા-અર્ચના માટે ભક્તોનો ભારે ભીડ ઉમટી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલક નદી કિનારે આવેલ બાલચોંડી ખાતે બે દિવસીય મહાશિવરાત્રી મેળો

કપરાડા તાલુકાના બાલચોંડી ગામે મહાશિવરાત્રી મેળો આદિવાસી સમાજ માટે ભારે આસ્થા અતિ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં રહેતા લોકો પરિવાર મૃત્યુ પામે એના માટે મોક્ષ સદગતિ માટે એ દિવસે બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવે છે.

દાનનું ખુબજ મહત્વ આપવામાં આવે છે.આ સાધુ સંતો દરિદ્ર નારાયણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોઈ છે. વહેલી સવારથી લોકો દાનમાં પૈસા ચોખા દાળ ભાવથી દાન કરે છે. જે વર્ષોથી પરંપરા ચાલી આવેલી છે.સ્થાનિક ગામના અવગ્રણીઓ ગુલાબભાઈ અને હરેશભાઇ પટેલ દ્વારા જણાવ્યું કે જંગલમાં ઐતિહાસિક હનુમાનજી ની મૂર્તિ હતી.1961 માં નાસિક થી આવી અંખાડનજી મહારાજ દ્વારા ભુવનેશ્વર મહાદેવ ના શિવલિંગ સ્થપના કરી મંદિર બનાવવામાં આવ્યું હતું.ત્યાર પછી મહા શિવરાત્રીનો મેળો ભરાય છે. ત્યાર આદિવાસી ક્ષેત્રમાં વ્યશન મુક્તિ જેવા અને કાર્યક્રમ યોજવામાં આવી સમાજમાં જબરદસ્ત જાગૃતિ લાવવામાં આવી હતી.

કોલક નદીના કિનારે પાણીનો કુંડ છે રાત્રે 12 વગ્યા પછી જેમાં સ્નાન કરીને ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. લોકોની એવી માન્યતા છે રોગચાળો વરસાદ ના પડે દુઃખ માનતા ઓ રાખવા જેવી આસ્થા રાખે છે. ધારેલા લોકોના કામ થાય છે.મહાશિવરાત્રી મેળો ગામના વડીલો સામાજિક અગ્રણીઓ દ્વારા આયોજીન કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા મેળાઓમાં લગાવવામાં આવતી દુકાનોમાંથી વિવિધ મીઠાઈઓની ખરીદી જામતી હોય છે. કપરાડા તાલુકામાં બાલચોંડી ખાતે યોજાતા બે દિવસીય શિવરાત્રીના મેળા દરમિયાન સૌથી વધુ મીઠાઈનું વેચાણ થતું હોઈ છે.રાજેશભાઈ પટેલે જણાવ્યુ કે મહાશિવરાત્રી ના મેળા ઉપસ્થિત ભક્તો ને કોઇપણ પ્રકારની તકલીફોના પડે એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નાનાપોઢા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા સારી કામગીરી કરવામાં આવી છે.

પારડી તાલુકાના પંચલાઈ પાર નદીના કિનારે ડેમ ના કુદરતના પ્રકૃતિના ખોળે પણ મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી મીઠાઈ બાળકો માટે રમકડાં મહિલાઓ માટે વિવિધ પ્રકારની વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોની માટે યુવાન મિત્રો દ્વારા છાશ અને પીવા નું પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરિવારમાં મૃત્યુ પામેલા એવા પરિવારના લોકો મોક્ષ માટે બ્રાહ્મણ દ્વારા પૂજાઓપણ કરવામાં આવી હતી. નદીના કિનારે કાલભૈરવ મહાદેવના મંદિરઅને પાણીના કુંડ પણ આવેલા છે. સત્સંગ નો બે દિવસ કાર્યક્રમો યોજાયા હતા. પંચલાઈ ના મહિલા સરપંચ નયનાબેન પટેલે જણાવ્યું ગ્રામજનોના સહયોગથી ગામમાં મહાશિવરાત્રી મેળો આયોજન કરવામાં આવ્યું છે.

પારડીના પલસાણામાં રામેશ્વર મંદિરે 150 વર્ષથી મેળો ભરાય છે
પારડીના પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર પેશ્વાઇ સમયનું છે. ભગવાન રામ વનવાસ દરમિયાન અહી આવ્યાં હોવાનું લોકવાયિકા છે. ભગવાન રામે બાણ મારતાં સ્વયં ગંગાજી પ્રગટ થતાં મેળાને ગંગાજીની જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. દુર-દુર વિસ્તારના લોકો આ મેળમાં આવતા હોવાનું કહેવાય છે. સ્થાનિક આગેવાન હર્ષદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે અહી મેળા માટે સ્વયં ભુ વેપારીઓ આવી જાય છે. 150 વર્ષથી અહીં મેળો ભરાય છે. આજુબાજુના લોકો તથા દૂર દૂર વિસ્તારમાંથી મેળામાં લોકો આવે છે.

AD….

Aristo has everything a home needs and a lot more. With a soothing view amidst the green carpet, a perfect blend of ultimate luxury and divine tranquillity is an obvious choice for those who live with a passion for grandeur in their lives! Change your address to the most quintessential area of Vapi!

#realestatevapi #luxuriousliving #pramukhgroup #Aristo #propertyVapi #residentialvapi

A home so luxurious and comfortable that you wouldn’t want to leave at all! Open the door to repose and affluence with top-notch design, feel, amenities and facilities in one of the poshest areas of Surat.

#pramukhgroup #luxuriousliving #realestatesurat #propertysurat #Ananta #residentialsurat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here