વૈષ્ણવો માટે ભાગવત એ ગ્રંથ નથી,સ્વયં ભગવાન છે – પ્રફુલભાઇ શુકલ

0
231

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 820 મી ભાગવત કથા નો મંગલમય પ્રારંભ

ગોપાલ ગૌશાળા ના લાભાર્થે ઉમરગામ ઠાકોર દ્વારા ખાતે આજે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 820 મી ભાગવત કથા નો મંગલમય પ્રારંભ થયો હતો.આ પૂર્વે પ્રથમ દિવસ નો ભાગવતજી નો દશાંશ હવન સંપન્ન થયો હતો વરજાગ ભાઈ રામાભાઈ ભરવાડ તથા એમના પરિવાર ને ત્યાંથી મંગલમય પોથીયાત્રા વાજા વાજેન્ત્ર અને કળશધારી બહેબો દ્વારા પ્રસ્થાન થઈ હતી.કથા નુ મંગલમય દીપ પ્રાગટય મહંત શ્રી વિસાભાઈ હીરાભાઈ ભગત, કથાકાર હાર્દિકભાઈ શુકલ,ગણેશભાઈ બારી,ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર,વૈભવિબેન માંહ્યવંશી, વર્ષાબેન સુરવે,સ્વીટીબેન યતીનભાઈભંડારી(નારગોલ સરપંચ) દ્વારા કરવામા આવ્યું હતું.મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે “વૈષ્ણવો માટે ભાગવત એ ગ્રંથ નથી,સ્વયં ભગવાન છે”. કળિયુગ નુ કલ્પવૃક્ષ એ ભાગવત છે,ભગવાન નું વાંગમ્ય સ્વરૂપ એ ભાગવત છે. આજે કથા મા કોર્પોરેટર શ્રી રાજાભાઈ ભરવાડ,ઝાલાભાઈ ભરવાડ,રામા ભાઈ ભરવાડ , ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત અમીતાબેન કાજરેકર,જિજ્ઞાબેન જિલકા, પુષ્પાબેન પટેલ દ્વારા કરવામા આવ્યું હતું.મોટી સંખ્યા માં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે પધાર્યા હતા. કથા નો સમય દરરોજ બપોરે 2 થી 5 રાખવામા આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here