બોર્ડ પરીક્ષા સમયે કોઈ ગામમાં કોઈ લગ્ન નહિ થાય નર્મદા જિલ્લાના 72 ગામોએ લીધો મહત્વનો નિર્ણય

0
173

  • તડવી સમાજમાં બોર્ડની પરીક્ષાઓના મહિનાઓમાં લગ્ન થતા હોય છે અને જેને કારણે બાળકો પરીક્ષામાં ધ્યાન આપી શકતા નથી
  • શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે અને તેમાં પણ આદિવાસી વિસ્તારમાં તો ખૂબ નીચું પરિણામ આવતા સ્થાનિક આગેવાનોએ મહત્ત્વનો નિર્ણય

પરીક્ષાના સમયે જો લગ્ન ન થાય જેથી બેન્ડ વાજા કે ડીજે પણ વાગે નહિ તો વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત ભણવા તરફ થઇ શકે છે. આવો નિર્ણય ગત વર્ષે લેવાયો હતો. આ વર્ષે એક પણ લગ્નો ગોઠવાયા નથી એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.
શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે અને તેમાં પણ આદિવાસી વિસ્તારમાં તો ખૂબ નીચું પરિણામ આવતા સ્થાનિક આગેવાનોએ તેની શોધ લગાવી હતી. એક તરણ એવું આવ્યું કે, તડવી સમાજમાં બોર્ડની પરીક્ષાઓના મહિનાઓમાં લગ્ન થતા હોય છે અને જેને કારણે બાળકો પરીક્ષામાં ધ્યાન આપી શકતા નથી અને લગ્ન મ્હાલવાનું પસંદ કરે છે. જેથી આ દિવસોમાં જો લગ્ન જ થાય નહિ અને બેન્ડબાજા કે ડીજે વાગે જ નહિ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ભણી શકે. આ નિર્ણય ગત વર્ષે લેવાયો અને આ વર્ષે એક પણ કુટુંબમાં લગ્નો ગોઠવાયા નથી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો રેશિયો નીચો જોવા મળે છે, જેમાં ધોરણ 10 અને 12માં ફેલ થવાનો રેશિયો પણ વધુ છે. બાળકો શિક્ષણમાં ધ્યાન આપતા નથી અને એક બે ટ્રાયલ મારે અને પછી અભ્યાસ કરવાનું છોડી મજૂરી કામ કે કોઈ બીજા કામે લાગી જાય એટલે જો લગ્નોનું આયોજન પરીક્ષાઓ પછી ગોઠવાય તેવા સામાજિક ઠરાવો કરી જાહેરાતો કરતા આ વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં કોઈ પરીક્ષા રાખવામાં આવી નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here