સરપંચ યુવતી યુક્રેનમાં ડોક્ટરનો અભ્યાસ કરવા પહોંચી, તપાસના આદેશ

0
101


ઉત્તર પ્રદેશના એક ગામમાં સરપંચ છે અને યુક્રેન ડોક્ટરનો અભ્યાસ કરવા જતી રહી છે. આ યુવતીનું નામ વૈશાલી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. જોકે પરત આવી રહેલા ભારતીયોને લઇને પણ આશ્ચર્યજનક અહેવાલો સામે આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થિનીનો વીડિયો સામે આવ્યો છે. જેની ઓળખ ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં સરપંચ તરીકે થઇ રહી છે. જોકે આ યુવતી પોતાને વિદ્યાર્થિની હોવાનું કહી રહી છે અને યુક્રેનમાં અભ્યાસ કરી રહી હોવાનો દાવો કરી રહી છે. તેથી હવે પ્રશાસન એ તપાસ કરી રહ્યું છે કે સરપંચના પદ પર હોવા છતા આ યુવતી વિદેશમાં અભ્યાસ માટે કેવી રીતે પહોંચી ગઇ. આ વીડિયોમાં વિદ્યાર્થિની ભારતીય એમ્બેસી સમક્ષ મદદની ગુહાર લગાવતી નજરે પડી રહી છે. તપાસ કરતા સામે આવ્યું તે ઉત્તર પ્રદેશના એક ગામમાં સરપંચ છે અને યુક્રેન ડોક્ટરનો અભ્યાસ કરવા જતી રહી છે. આ યુવતીનું નામ વૈશાલી છે.

તે ચૂંટણી સમયે ગામ આવી હતી અને તેણે ચૂંટણી જીતી પણ લીધી હતી. તેના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here