ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત રાજ્ય ની કચેરી દ્વારા ચાલતા હસ્તકલા સેતુ યોજના ના પ્રોજેક્ટ સાથે જોડાયેલા ભાઈઓ તથા બહેનો માટે વારલી પેઇન્ટિંગ ની કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ની શરૂઆત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર માનનીય શ્રી. એચ. જે. જાડેજા ના શુભ હસ્તે કરવમાં આવ્યું હતું.
વારલી આદિવાસી ની લુપ્ત થતી આ વારલી ચિત્રકલા ને જાળવી રાખવા માટે છેલ્લા 25 વર્ષથી વારલી ચિત્રકલા કરી આ કલા ને જીવંત રાખવા તથા તેના સંવર્ધન અર્થે અથાગ પ્રયત્ન કરનાર શ્રીમતી બીના પટેલ દ્વારા 22 કલાકારો ને તાલીમ અપાય રહી છે. જેમા સૌ કલાકારો ખુબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.
આ તાલીમ નું આયોજન EDI સંસ્થાના કાર્યકરો સુમિત્રા ગાયકવાડ, રાજેન્દ્રકુમાર પટેલ, કમલેશ યાવ્ર તથા જતીન રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
તા: 05/03/2022 સુધી સમય : સવારે 10 થી 5 સાંજ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.
વારલી ચિત્રકલા ભારતની આદિમ ચિત્રકલા પૈકીની એક ચિત્ર પરંપરા માનવામાં આવે છે. તે લગભગ એક હજાર વર્ષ જૂની છે. આ ચિત્રકલા દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પ્રદેશમાં આશરે દસમી સદીમાં શરૂ થઈ.આ ચિત્રકલામાં વારલી આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે. તહેવારો, જન્મ,સગાઈ, લગ્ન, પાકની લણણી, ખેતરો, પહાડો, ઝરણા, વન્ય પ્રાણીઓ આદિ તેના મુખ્ય વિષયો છે. વારલી મહિલાઓ લીપેલી દીવાલો પર પલાળેલા ચોખાને પથ્થર પર લસોટીને સફેદ રંગથી આ ચિત્રો બનાવતી. ઉપરાંત, સિંદૂર, ગુલાલ, કંકુ, મધ, વિગેરેનો પણ ચિત્રો બનાવવામાં ઉપયોગ થતો.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પ્રદેશમાં આશરે દસમી સદીમાં શરૂ થઈ.આ ચિત્રકલામાં વારલી આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે.
ચિત્રોમાં મુખ્યત્વે ત્રિકોણ, વર્તુળ, ચોરસ જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવામાં આવતો.
બીજી આદિજાતિઓની જેમ વારલીઓ પણ નૃત્યના શોખીન હોય છે. આથી નૃત્ય ચિત્રનો મુખ્ય વિષય હતો. ઉપરાંત,ઘાસ છાએલા ઝુંપડાં,રોજિંદુ કામ કરતી સ્ત્રીઓ ,ચરતા પશુ, પક્ષીઓ, સાપ, વાંદરા વિગેરે ચિત્રોને જીવંત બનાવતા હતા.દેવ દેવીઓ અન્ય આદિજાતિઓની જેમ વારલીઓના જીવનમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પાલગુટ દેવી ફળદ્રુપતા ની દેવી મનાય છે અને વારલી લગ્નમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચિત્રોમાં તેનું મહત્વનું સ્થાન હતું.કમનસીબે કાળક્રમે આ કલા લુપ્ત થઈ ગઈ અને વારલીઓના જીવનમાંથી અદ્રશ્ય થઇ ગઇ છે.
શ્રીમતી બીના પટેલ, અભ્યાસે શિલ્પી હોવા છતાં, આ ચિત્રકલામાં રસ ધરાવે છે. ચિત્રો અને શિલ્પોના માધ્યમથી તેઓ આ કલાને પુનર્જીવિત કરવા પ્રયત્નશીલ છે. તેઓ આ ચિત્રો તથા તેના આધારે તેમણે સર્જેલા શિલ્પો આપણા ઘરો,કોર્પોરેટ હાઉસ ઉપરાંત ટ્રાફિક સર્કલ વિગેરે જગ્યાએ સ્થાન પામે તે માટે પ્રયાસરત છે એટલું જ નહીં, તેઓ વારલીઓને પણ આ ચિત્રકલા શીખવી તેનો રોજ બરોજની વસ્તુઓમાં ઉપયોગ થાય અને જેમની આ ચિત્રકલા છે
તેઓ તેમાંથી રોજી પ્રાપ્ત કરે તે માટે પ્રયત્નશીલ છે.
તેઓના આ પ્રયાસમાં જોડાઈ આપણી આ પ્રાચીન કલા ને પુનર્જીવિત કરી આપણી સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ સંવર્ધન નો પ્રયાસ કરવાનો અમને સંતોષ છે.
Ad..