હેલ્પેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ
નામ.સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં રોડ સેફટીને લગત કામગીરીની સમીક્ષામાં બેઠકમાં રાજય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં ભેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે.
રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેભેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા જણાવેલ હોવાથી,
રાજય ખાતે આગામી તા. ૦૬/૦3/૨૦૨૨ થી તા. ૧૫/૦3/૨૦૨૨ સુધી
હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા તથા આ ડ્રાઇવ દરમ્યાન હેલ્મેટ ભંગ
તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવાના રહેશે. શહેર/જીલ્લાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવાની હોવાથી રોજેરોજ કરેલ
કામગીરીનો અહેવાલ નીચે મુજબના નમુના પ્રમાણેના પત્રકમાં ૦૦.૦૦ થી ૨૪.૦૦ સુધીની કામગીરીનો અહેવાલ બીજા દિવસે સવારે ૦૮-૦૦ વાગ્યા સુધીમાં આ કચેરીના ઇ-મેઇલ આઇ.ડી.
dip-stb-br@gujarat.gov.in ઉપર બિનચુકે મોકલી આપવા વિનંતી છે.