પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા રક્‍તદાન કેમ્‍પ નું કરાયું ભવ્ય આયોજન

0
193

વલસાડ ખાતે પ્રેસ કલક ઓફ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળ-બીનવાડા તેમજ વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના સહયોગથી તા.૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૩-૦૦ કલાક સુધી રક્‍તદાન કેમ્‍પનું ભવ્ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇ અતિથિવિશેષ તરીકે આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠો વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ જ્‍યારે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, વલસાડ CWC ના ચેરમેન સોનલબેન સોલંકી ( જૈન ) સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમ મા પ્રેસ ક્લબ ઓફ વલસાડ ના પ્રમુખ ઉત્પલ ભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પલ્લવભાઈ શાહ, મંત્રી બંકિમ ભાઈ દેસાઈ, ખજાનચી અમીન ભાઈ કાદરી, સહિત પ્રેસ કલબ ઓફ વલસાડ ના સભ્યો મોટી સંખ્યામાં ભેગા થાય હતા. અને બ્લડ ડોનટ કર્યું હતું. આ પ્રસંગે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા યોગીભાઈ પટેલ તથા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here