પત્રકારોનું કામ તલવારની ધાર પર ચાલતા રહીને તટસ્‍થ સમાચારો લોકો સમક્ષ રજૂ કરવા પડે છે – કનુભાઇ દેસાઇ

0
167

પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો

  • રાજયના નાણાં ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ રકતદાન કેમ્‍પનો દીપ પ્રાગટય કરીને પ્રારંભ કર્યો
  • પત્રકારોનું કામ તલવારની ધાર પર ચાલતા રહીને તટસ્‍થ સમાચારો લોકો સમક્ષ રજૂ કરવા પડે છે.
  • – નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇ
  • રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી નરેશભાઇ પટેલે પણ આ કાર્યક્રમમાં અતિથિવિશેષપદે હાજરી આપી
  • કેમ્‍પમાં ૧૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવ્‍યુ

પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડવલોપમેન્‍ટ ફંડ અને શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળ બીનવાડા તથા વલસાડ રકતદાન કેન્‍દ્રના સહયોગથી વલસાડના સ્‍પોર્ટસ સેન્‍ટર ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ રાજયના આદિજાતિ, અન્ન અને પુરવઠા મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, વલસાડ સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી હેંમતભાઇ કંસારા, કિસાન મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષશ્રી હિતેશભાઇ પટેલ, પ્રેસ કલબના પ્રમુખશ્રી ઉત્‍પલભાઇ દેસાઇ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્‍પનો પ્રારંભ કર્યો હતો. આ રકતદાન કેમ્‍પમાં ૧૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવ્‍યું હતું.

નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, પત્રકારનું કામ તલવારની ધાર પર ચાલવા જેવું છે. બધા સાથે મિત્રતા હોઇ, સબંધો હોઇ ત્‍યારે તેમણે પત્રકારત્‍વનું પાસું ઘ્‍યાને રાખીને તટસ્‍થ સમાચારો રજૂ કરવાનું એક પડકારભર્યુ કામ કરે છે તેવા પત્રકારોને આ પ્રસંગે નાણાંમંત્રીશ્રીએ બિરદાવ્‍યા હતા અને તેમણે તેમના પત્રકારો સાથેના આ બીજી પેઢીનો સંબધ છે એમ, જણાવી વલસાડ પ્રેસ કલબના પ્રમુખશ્રી ઉત્‍પલભાઇ દેસાઇને પ્રેસ કલબ વલસાડની આગેવાની હેઠળ તેમની કામની શરૂઆત સમાજ અને લોકોપયોગી કામથી થાય છે ત્‍યારે આવા સામાજિક કાર્યો કરવા માટે પ્રેસ કલબ ઓફ વલસાડના પ્રમુખશ્રી ઉત્‍પલભાઇ દેસાઇ અને તેમની ટીમને અભિનંદન આપ્‍યા હતા.
પત્રકાર જગત સાથે આ બીજી પેઢીના સંબધોનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વલસાડના પત્રકારશ્રી અને ઉત્‍પલભાઇના સ્‍વ. પિતાશ્રી નાથુભાઇ, બંકીમભાઇ દેસાઇના પિતાશ્રી રણજીતભાઇ દેસાઇ, પુણ્‍યપાલના પિતાશ્રી સ્‍વ. અશોકભાઇ શાહ અને અનિલભાઇ સાથે વર્ષોથી કામ કર્યુ છે. આજે આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો, સાંસદ, મંત્રીઓ, વલસાડ શહેરના વિરોધ પક્ષના આગેવાન ગીરીશભાઇ દેસાઇ કોંગ્રેસ પક્ષના નેતા ધર્મેશ(ભોલા) પટેલ તેમજ પત્રકારો જે રીતે ભેગા થઇને ભાઇચારો રાખ્‍યો છે તેવો ભાઇચારો વલસાડ શહેરમાં કાયમ રહે તેવી તેમણે આ અવસરે શુભેચ્‍છા આપી હતી.
નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇને સૌ પ્રથમ વખત સારૂ બજેટમાં માાહિતી ખાતાના માહિતી ભવનના મકાન માટે રૂા. ૨ કરોડની જોગવાઇ બજેટમાં કરવા માટે કાર્યક્રમમાં તમામ પત્રકારોએ સ્‍ટેન્‍ડીંગ ઓવેશન આપીને તેમનો આભાર માન્‍યો હતો.
આ કાર્યક્રમમાં રાજયના આદિજાતિ, અન્ન અને પુરવઠા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પત્રકારોના આ સામાજિક કાર્યને બિરદાવીને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્‍યા હતા. વલસાડ જિલ્‍લાના પ્રભારી મંત્રી તરીકે હું છું ત્‍યારે હું અને મારા સાથી અને મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્‍લાની આમ જનતાની સુખાકારી વધી શકે અને જૂના પ્રશ્નો ઉકેલવા માટે હું અને કનુભાઇ દેસાઇ કાયમ ચિંતિત રહીએ છીએ. રકતદાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા પત્રકારોને આવા સામાજિક કાર્યો કરવા બદલ અભિનંદન આપ્‍યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ તેમના વિભાગ દ્વારા ભરૂચથી વલસાડના આદિવાસીઓ કે જેઓ તેમના ખોરાકમાં ચોખાનો ઉપયોગ વધુ કરતાં હોઇ તેમને હાલમાં રેશનકાર્ડ પર જે લોકોને ૩.૫ કિલો ઘંઉ અને ૧.૫ કિલો ચોખા આપવામાં આવતા હતા તેની જગ્‍યાએ ૩ કિલો ઘંઉ અને ૨ કિલો ચોખા આપવાનો એક નવતર અભિગમ અપનાવ્‍યો છે. આજ રીતે માછીમારો માટે ડીઝલની સબસીડી ઓછી અપાતી હતી તેમાં વધારો કરવામાં આવ્‍યો છે.
કોરોનાની બીજી લહેરમાં જયારે સીવીલ હોસ્‍પિટલમાં મૃતદેહોના ઢગલા થતા હતા અને આ સીલબંધ પેક કોથળીમાં રાખેલા મૃતદેહોને ખોલીને તેની અંતિમવિધિ કરવાનું પડકારજનક કાર્ય હોય તેવી ભયાનક પરિસ્‍થિતિ વચ્‍ચે પોતાના જીવના જોખમે આ કાર્ય કોણ કરે તેવો પ્રશ્ન હોય ત્‍યારે આ મહામારીમાં ૧૦૩ જેટલા મૃતદેહોને અગિ્નસંસકાર કરીને તેમના અસ્‍થિવિર્સજનનું આ માનવતાનું અને પડકારરૂપ કાર્ય કરનાર ૫૩ વર્ષના રમણભાઇ પટેલનું કે જેઓ લીમ્‍કા બુક ઓફ રેકોર્ડસમાં તેમનુ નામ અકિંત થયેલ છે તેનું મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ સન્‍માન કરી તેની ઝિંદાદીલીના વખાણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જે લોકોએ વધુ રકતદાન કર્યુ છે તેવા યતીનભાઇ દેસાઇ (૮૬ મી વખત), શ્રી મુકેશભાઇ ઓઝા(૮૫ મી વખત), વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકીના પતિશ્રી તેજસ સોલંકી(પ૦ મી વખત) નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ અને શ્રી અરવિંદભાઇ પટેલ અને વલસાડના મુસ્‍લ્‍મિ અગ્રણી મૌલાના આઝાદે પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચનશ્રી ઉત્‍પલભાઇ દેસાઇએ અને આભારવિધિ પ્રેસ કલબના મંત્રીશ્રી બંકીમભાઇ દેસાઇએ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રેસ કલબના ઉપપ્રમુખશ્રી પલ્લવભાઇ શાહ, ખજાનચીશ્રી અમીનભાઇ કાદરી, સહખજાનચીશ્રી કમલેશભાઇ હરિયાવાલા, મીડીયા કન્‍વીનરશ્રી દિવ્‍યેશભાઇ પાંડે, શિસ્‍ત સમિતિના સભ્‍યશ્રી નીલેશભાઇ મોદી તેમજ પ્રેસ કલબના હોદેદાઓ અને સભ્‍યો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here