વર્ષો પહેલાં દેશમાં ગણેશ ભગવાન (Lord Ganesha)ની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત સામે આવતાની સાથે ભક્તો મોટી સંખ્યામાં મંદિર પહોંચી જતા હતા અને ભગવાન ગણેશને દૂધ પીવડાવતા હતા ત્યારે વર્ષો બાદ આ જ પ્રકારની એક ઘટના બની હતી.
આજના આધુનિક યુગમાં શું ખરેખર ચમત્કાર થાય છે આ વાતને લઈને ઘણા સવાલો ઊભા થયા ત્યારે વર્ષો પહેલા મંદિરોમાં ભગવાન ગણેશ દૂધ પીતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા દેશભરમાં લોકો તો ગણપતિને દૂધ પીવડાવવા પહોંચ્યા હતા. જેને લઈને શ્રધ્ધા અને અંધશ્રદ્ધાની વાતો સામે આવી હતી ત્યારે વર્ષો બાદ ફરી એકવાર આ જ પ્રકારના ચમત્કારની વાતો સામે આવી છે. મોડી સાંજ થતાની સાથે જ વલસાડ જિલ્લામાં ના અલગ-અલગ વિસ્તારો આવેલા ભગવાન શિવના મંદિરમાં આવેલા નંદીજી પાણી પીતી હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો નંદીજી પાણી પીવડાવવા માટે પરિવાર સાથે મંદિર ખાતે પહોંચી રહ્યા છે.