પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા રક્‍તદાન કેમ્‍પ નું કરાયું ભવ્ય આયોજન

0
199

વલસાડ તા.૦૫: પ્રેસ કલબ ઓફ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડવલોપમેન્‍ટ ફંડ અને શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળ બીનવાડા તથા વલસાડ રકતદાન કેન્‍દ્રના સહયોગથી વલસાડના સ્‍પોર્ટસ સેન્‍ટર ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ રાજયના આદિજાતિ, અન્ન અને પુરવઠા મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, વલસાડ સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી હેંમતભાઇ કંસારા, કિસાન મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષશ્રી હિતેશભાઇ પટેલ, પ્રેસ કલબના પ્રમુખશ્રી ઉત્‍પલભાઇ દેસાઇ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્‍પનો પ્રારંભ કર્યો હતો. આ રકતદાન કેમ્‍પમાં ૧૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, પત્રકારનું કામ તલવારની ધાર પર ચાલવા જેવું છે. બધા સાથે મિત્રતા હોઇ, સબંધો હોઇ ત્‍યારે તેમણે પત્રકારત્‍વનું પાસું ઘ્‍યાને રાખીને તટસ્‍થ સમાચારો રજૂ કરવાનું એક પડકારભર્યુ કામ કરે છે તેવા પત્રકારોને આ પ્રસંગે નાણાંમંત્રીશ્રીએ બિરદાવ્‍યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here