તાપી જિલ્લાના વ્યારા ખાતે ડેમના વિરોધમાં જંગી સભા અને વિશાળ રેલી યોજાઈ

0
189

રેલી અને સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી માજી મંત્રીશ્રી તુસારભાઈ ચૌધરી અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આદિવાસી એકતા પરિસદ ના કમલેશભાઈ પટેલ અને ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ સહિત અને રાજકીય-સામાજિક આગેવોનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વ્યારા બિરસામુંડા સર્કલ પર એક વિશાળ જન સભા મળી હતી.. સમસ્ત આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા ખાતે ડેમના વિરોધમાં જંગી સભા અને વિશાળ રેલી યોજાઈ હતી. વ્યારા માં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આ સભા અને રેલીનું આયોજન કરાયું હતું. રેલી અને સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી માજી મંત્રીશ્રી તુસારભાઈ ચૌધરી અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આદિવાસી એકતા પરિસદ ના કમલેશભાઈ પટેલ અને ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ સહિત અને રાજકીય-સામાજિક આગેવોનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વ્યારા બિરસામુંડા સર્કલ પર એક વિશાળ જન સભા મળી હતી. સમસ્ત આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ દ્વારા રેલીમાં જતા લોકોને અટકાવવા કોશિશ કરાઈ હતી પરંતુ પોલીસ સાથે લોકોની ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે રેલી યોજવા દીધી હતી.

કેમ થઈ રહ્યો છે પ્રોજેક્ટનો વિરોધ

સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો આદિવસી સમાજ અને સામાજિક અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાના કારણની વાત કરીએ તો, લોકોના અને સંગઠનનોના મતે સરકાર પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી જિલ્લાના જો આ ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે. જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી રહ્યા છે.સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવઃ અનંત પટેલ ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે એક તરફ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે. તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે. આથી અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને આડે હાથ લીધા હતા.

હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા

આજે આ પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વ્યારાના જાહેર માર્ગો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મામલે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને પ્રોજેક્ટનો વિરોધ કરાયો હતો. આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો તેના ગંભીર પરીણામ જોવાની શક્યતાઓ હોવાનું જાણવા મળ્યુ છે

કલ્પેશ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધ માં મહા રેલી નું વ્યારા, મિશન નાકા પાસે આયોજન કર્યું હતું,જ્યાં ખુબજ મોટી સંખ્યામા આખા ગુજરાત માંથી આદિવાસી સમાજ ના યોદ્ધાઓ આવ્યા, અને અમારા ધરમપુરના ના ખુબજ મોટી સંખ્યા મા સૌ આદિવાસી સમાજ ના યોદ્ધાઓ ભેગા મળીને આવ્યા તે બદલ તમામ યોદ્ધાઓ નો ખુબ ખુબ આભાર અને તમામ એક જૂથ થઈ ને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને આવનાર સમય મા પણ એક જૂથ થઈ ને આદિવાસી સમાજ સાથે અન્યાય થયો તો અવાજ ઉઠાવીશું.

સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર,આદિવાસી એકતા પરિસસ

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here