આજે પીએસઆઈની પરીક્ષા.312 કેન્દ્ર ઉપર લેવાઈ રહી છે પરીક્ષા

0
196

જીએનએ ગાંધીનગર:

  • રાજ્યમાં આજે પીએસઆઇની લેખિત પિલિમિનરી પરીક્ષા યોજાઇ રહી છે જેને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
  • અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટ્રોર ઉપરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે 9:00 થી 11:00સુધી પરીક્ષા યોજાઇ રહી છે.

શારીરિક કસોટીમાં 96,231 ઉમેદવારો પાસ થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં કુલ 92,145 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 312 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજવામાં આવશે. આ તમામ કેન્દ્ર સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3209 ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અત્યારે વધુમાં વધુ લોકો ડિજિટલ વોચ અને ઇલેક્ટ્રિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે તેને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા જામરનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે. 8:30 કલાકે જામર શરૂ કરવામાં આવશે અને 11:00 વાગ્યે જામર બંધ કરવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો ખાતે જ કરવામાં આવ્યું છે. આ માટે બોર્ડ દ્વારા અલગ-અલગ 77 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને જે ગાડી પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી લઈ જશે તે સતત કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે. આ માટે એક સ્પેશિયલ કંટ્રોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ગાડીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તમામ ગાડીઓને એક ફિક્સ રૂટ પણ આપી દેવામાં આવ્યો છે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here