ધરમપુર તાલુકાના જામલિયા ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 60 યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું

0
226

  • Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરી ભાવિકાબેન પરશિયાભાઈ ગુમાડિયા (એમ.એસ.સી/ બી.એડ)નું શાલ ઓઢાડી, ફળાઉ છોડ આપી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખુબજ અંતરીયાળ વિસ્તારમાં આવેલા (ગુજરાત બોર્ડર ) જામલિયા ગામમાં જામલીયા ગામ તથા આજુબાજુના ગામોના યુવામિત્રો, દેવભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ હનમતમાળ, પાર્થ ટ્રેડર્સ વાપી તથા RAINBOW WARRIORS DHARAMPUR ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન મહેન્દ્રભાઈ ચૌધરી (જિલ્લા ભાજપ મહામંત્રી )ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં જામલીયા, આંબોસી ભવઠાણ ,સોનદર, મુરદડ ગડી તથા ધરમપુર તાલુકાના અન્ય અંતરિયાળ ગામ યુવાનો થકી 60 યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું.

Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરી ભાવિકાબેન પરશિયાભાઈ ગુમાડિયા (એમ.એસ.સી/ બી.એડ)નું શાલ ઓઢાડી, ફળાઉ છોડ આપી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ , જામલીયા ગામના સરપંચ અરૂણાબેન સુરકાર, જિલ્લા પંચાયત સભ્ય કાકડભાઈ ગાંવિત, માજી જીલ્લા પંચાયત સભ્ય ઝીણાભાઈ પવાર , વિજયભાઈ માહલા (સરપંચ હનમતમાળ) , હરિલાલ ચૌધરી, (તાલુકા પંચાયત સભ્ય ગડી), સુરેશભાઈ ગાંવિત(માજી સરપંચ મુરદડ), રામદાસભાઈ પવાર ( સરપંચ સોન્દર), રામજીભાઈ ચૌધરી (માજી સરપંચ સોન્દર), ડૉ. ધીરુભાઈ જાદવ, ધનેશભાઈ જાદવ, અજયભાઈ ગવળી ( આંબોસી ભવઠાણ) પિયુષભાઈ માહલા (ન્યાય સમિતિ અઘ્યક્ષ ધરમપુર) રજનીકાંત પટેલ (સરપંચ મરઘમાળ), મૌલિકભાઇ પટેલ (પ્રમુખ દેવભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ હનમતમાળ),જયેશ પવાર સા.કાર્યકર્તા સાવરમાળ, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા (શિક્ષક નાની ઢોલડુંગરી) સહિતના હાજર રહી રક્તદાન કરનાર રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, હાર્દિક પટેલ (કોન્ટ્રાકટર), દેવભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ હનમતમાળના દાતાશ્રી મૌલિકભાઈ પટેલ તથા rainbow warriors Dharampur તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે નીતિનભાઈ ચૌધરી( ઇજનેર ધરમપુર), સંદીપભાઈ ચૌધરી, કમલેશભાઈ માહલા, સૌરભભાઈ માહલા, મનોજભાઈ ચૌધરી, સતિષભાઈ પવાર, કલ્પેશભાઈ ગવળી, પરશુભાઈ સુરકાર,સરિતાબેન ચૌધરી, લલીતાબેન, રાજેશ ચૌધરી, સીતાબેન, કનુભાઈ ચૌધરી , સુનિલભાઈ, અશોક પાડવી સહિત ગામના યુવાનો આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન Rainbow warriors Dharampur કો. ઓ તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલ, ઉમેશ પટેલ, નિતા પટેલ ,હિરેન પટેલ મિતેશ પટેલ, સહિતના સભ્યોએ કર્યું હતું.

Ad…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here