- વિવિધ સરકારી વિભાગો એક મંચ ઉપર ઉપસ્થિત રહી લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો આપશે
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ ૨૦૨૨ થી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ મહિલા સશક્તિકરણ પખવાડીયા સુધી “વનિતા” વિશેષ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
- સરકારી વિભાગો એક મંચ પર ઉપસ્થિત રહી યોજનાકીય સેવા પૂરી પાડશે. લાભાર્થીને ઘર આંગણે તમામ લાભ મળી રહેશે અને યોજનાલક્ષી તકલીફો નિવારણ કરવામાં આવશે.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો સુધી મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, સમાજ સુરક્ષા તેમજ આઇ.સી.ડી.એસ. સહિત અન્ય વિભાગો હસ્તકની યોજનાના લાભો સ્થળ ઉપર મળી રહે તે હેતુસર શરૂ કરાયેલા નવતર પ્રયોગની ઝાંખી દર્શાવતી પુસ્તિકા વનિતા વિશેષનું વિમોચન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ ૨૦૨૨ થી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ મહિલા સશક્તિકરણ પખવાડીયા સુધી “વનિતા” વિશેષ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી, આરોગ્યલક્ષી, સંકલિત બાળ વિકાસ યોજનાલક્ષી તથા દિવ્યાંગ અને બાળ સુરક્ષાને લગતી યોજનાઓ કાર્યરત છે. દેશના દરેક નાગિરક સુધી સરકારની યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે તેવો સરકારનો ઉદ્દેશ છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સરકારના આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે તેમજ અંતિરયાળ વિસ્તારના જનસમુદાય સુધી સરકારની યોજનાનો લાભ સરળતાથી પહોંચી શકે તે ઉદ્દેશથી આંતરરાટ્રીય મહિલા દિવસથી એક નવતર પ્રયોગ હાથ કરવા થઇ રહી છે. જેને વનિતા વિશેષ શીર્ષક હેઠળ આવરી લેવામાં આવ્યું છે.
આ નવતર પ્રયોગ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના યોજનાકીય લાભ મેળવવા સવિશેષ મહિલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. વિવિધ સરકારી વિભાગો એક મંચ પર ઉપસ્થિત રહી યોજનાકીય સેવા પૂરી પાડશે. લાભાર્થીને ઘર આંગણે તમામ લાભ મળી રહેશે અને યોજનાલક્ષી તકલીફો નિવારણ કરવામાં આવશે. મૂળભૂત રીતે મહિલાલક્ષી, આરોગ્યલક્ષી દિવ્યાંગો અને બાળ સુરક્ષા લક્ષી તેમજ બાળ વિકાસ લક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહેશે.
વનિતા” વિશેષ નોડેલ અંતર્ગત નોડલ ઓફિસરની નિમણુંક કરાશે જેના દ્વારા ધરમપુર અને કપરાડા ગામોની ગ્રામપંચાયતની યાદી તૈયાર કરી “વનિતા” વિશેષ ગ્રામ કયા ગામમાં જશે તેનું પુન: આયોજન નક્કી કરશે. વનિતા” વિશેષ ટીમ કયા ગામમાં/ગ્રામપંચાયતમાં જવાની છે તેનું પુરુ આયોજન નોડલ ઓફીસર દ્વારા કરી ગામ/ ગ્રામપંચાયત મુજબ એક સ્વયંસેવકની ગોઠવણી કરવામાં આવશે. આ સ્વયંસેવકને અગાઉથી વિભાગોની યોજનાની માહિતી આપવામાં આવશે. જે મુજબ જે તે ગામના /ગ્રામપંચાયતના લાભાર્થીઓને માહિતી આપી યાદી તૈયાર કરશે અને નક્કી કરેલ દિવસે સ્થળ પર હાજર રાખશે. અઠવાડીયામાં બે દિવસ ગ્રામ પંચાયત કે જુથ ગ્રામ પંચાયત પર જઈ સરકારના નક્કી કરેલા વિભાગની યોજનાઓનો સ્થળ પર લાભ આપવામાં આવશે.
આ પહેલ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરીયાળ ગામો સુધી લાભ આપવામાં આવશે. જુથ ગ્રામ પંચાયત કે ગામ મુજબ વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને વિશેષ માહિતી આપી શકે અને લાભાર્થીઓને સ્થળ પર ભેગા કરનાર સ્વયંસેવક નક્કી કરાવામાં આવશે. આઇ.સી.ડી.એસ., હેલ્થ વિભાગ, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ પોતાની યોજનાઓના ફોર્મ – વિગત લઈને નક્કી કરવામાં આવેલી ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે, અને તેમના વિભાગને લગતી યોજનાઓનો લાભ સ્થળ ઉપર આપશે.
Ad.