કપરાડા તાલુકામાં મહિલા સન્નમાન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

0
224

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડઘા મનાલા ગામે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા 8 મી માર્ચ મહિલા દિવસની ઉજવણી આદિવાસી સમાજના વાજિંત્રો સાથે 3 રસ્તા પરથી મોટી સંખ્યામાં મહિલા ઓની રેલી નીકળી ગ્રામ દેવતાઓ પૂજન કરી મહિલા દિવસની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી.

8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોનું સન્નમાન બાળકો દ્વારા પ્રાથના સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. હતું.ધરમપુર અને કપરાડા તાલુકામાં છેલ્લા 20 વર્ષોથી હરીશ આર્ટ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા કપડાં વિતરણ વિદ્યાર્થીઓને નોટબુક તહેવારો ને અનુરૂપ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર મીરાંબહેન હરિશભાઈ પટેનું સાલ ઓઢાડી સન્નમાન કરવામાં આવ્યું હતું.

મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ દ્વારા મહિલાના અદિકરો અને હક્કો વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાવુભાઈ થોરાટ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.મહિલા દિવસની ઉજવણીનો સૌથી મહત્વનો હેતુ મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા જાળવવા છે. સિક્કા ની જેમ છે સિક્કો એક બાજુ કોરો હોય તો સિક્કો નકામો છે. પરિવાર માં મહિલા અને પુરુષ આજે પણ દુનિયાના ઘણા એવા ભાગો છે જ્યાં મહિલાઓને સમાનતાનો અધિકાર નથી. જ્યાં મહિલાઓને અનેકઅવરોધોનો સામનો કરવો પડે છે,

જ્યેન્દ્ર ગાંવિત સરપંચ વાડઘા મનાલા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉદ્દેશ્યો સમય અને સમાજમાં મહિલાઓની બદલાતી સ્થિતિ સાથે બદલાતા રહ્યા છે. શરૂઆતમાં 19મી સદીમાં તેની શરૂઆત કરવામાં આવી હતી,
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓને સન્માનિત કરવા માટે દિવસ ઉજવવાની જરૂર પડી છે. મહિલાઓને સન્માન આપવાનો ઈરાદો હતો કે પછી તેઓએ પોતાની તકલીફોથી કંટાળીને આક્રોસમાં આ દિવસની ઉજવણી શરૂ કરી? ભારતની જેમ, શું સમગ્ર વિશ્વમાં મહિલાઓને તેમના અધિકારો અને સન્માન મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય દિવસ સંબંધિત મહિલાઓ માટેના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલા દિવસ ઉજવણી ઉપસ્થિત તમામ લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આદિવાસી મહાસંઘ અને ગામના સરપંચ વડીલો યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here