ભિલાડથી નિશા તેના બે બાળકો સાથે ગુમ થઇ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ, ચાંદબેકરી પાસે,રામ મદનભાઇ ચૌહાણની ચાલીમાં રહેતી તેમજ મૂળ ગામ-તોપખાના, મોહલ્લા જાલોન ખાસી, પોસ્ટ. ઓરઇ, થાના જાલોન, તા.જાલોન ખાસી, ઉત્તરપ્રદેશની નિશા ચાંદબાબુ બહારઅલી શાહ તેમના બે બાળકો આલીમ અને આયતને લઇતારીખ ૨૭/૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૧-૩૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા દરમિયાન રૂમ ઉપરથી કોઇને કંઇપણ કહયા વગર જતા રહયા છે,જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનાર પૈકી નિશાની ઉંમર ૨૩ વર્ષ,ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, શરીરે ગુલાબી કલરની કુર્તી તથા ગુલાબી કલરની સલવાર તથા ક્રીમ કલરના સેન્ડલ પહેર્યા છે. જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પુત્ર આલીમની ઉંમર ૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ સાડાત્રણ ફૂટ,મધ્યમ બાંધો, શરીરે સફેદ કલરનો શર્ટ, કથ્થઇ કલરનું હાફ પેન્ટ તથા કાળા કલરના ચપ્પલ પહેર્યા છે. જ્યારે દીકરી આયતની ઉંમર બે વર્ષ, ઊંચાઇ બે ફૂટ,રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, શરીરે સફેદ કલરનો શર્ટ,કથ્થઇ કલરનું હાફ પેન્ટ તથા પગમાં કાળા કલરના ચંપલ પહેર્યા છે. આ વર્ણનવાળા માતા અને બે બાળકોની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.