સરદાર હાઈટ્સ ના મેઈન ગાર્ડન માં ૦૮ માર્ચ ૨૦૨૨ ના રોજ વુમન્સ ડે નું સેલિબ્રેશન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન અર્ચનાબેન દેસાઈ (અસ્તિત્વ) ઉપસ્થિત રહયા હતા.
વલસાડ સ્થિત સરદાર હાઈટ્સ માં વિશ્વ મહિલા દિવસનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૪૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અતિથી તરીકે કુસુમ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રીમતી અર્ચનાબેન દેસાઈ પધારેલ હતા. જેમણે ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સરદાર હાઈટ્સમાં કાર્યરત હાઉસકીપિંગ સ્ટાફ વર્ષાબેન જેઓ અટાર ગામના સરપંચ છે તેમનું પણ બહુમાન કરવામા આવ્યું હતું. મહિલાઓ ને કેટલીક ગેમો રમાડવામાં આવી હતી તેમજ ઉપસ્થિત દરેક મહિલાઓને પણ ગીફ્ટ આપવામાં આવી હતી. અંતે ગરબા આયોજન બાદ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરી હતી.
Ad…