વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય અને નાનાપોઢા ખાતે વિજય ઉત્સવની કરાઈ ઉજવણી

0
179

જીએનએ વલસાડ

દેશના ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલ પૂર્ણ બહુમત નો વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય નાનાપોઢા ખાતે વિજયઉત્સવ મનાવાયો હતો.

નાનાપોઢા કપરાડા

દેશના ૫ રાજ્યો ના ચૂંટણી પરિણામો માં ભારતીય જનતા પાર્ટી ને ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં મળેલ જળવંત વીજય અન્વયે વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન તેમજ વલસાડ જીલ્લા ભાજપના પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયાજીની આગેવાનીમાં વિજય ઉત્સવના ભાગરૂપે બપોરે ૧.૩૦ વાગ્યે ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી હતી

આ તબક્કે વલસાડ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નિખિલભાઈ ચોકસી, ઉપપ્રમુખ જીગીસાબેન પટેલ, જીલ્લા ભાજપના ખજાનચી રાજેશભાઇ ભાનુશાલી, જીલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ તાલુકા પ્રમુખ કિશોરભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખ કંદર્પભાઈ દેસાઈ,જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ,વલસાડ શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિરભાઈ પાંચાલ, તેમજ જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકા ના સભ્યો, જીલ્લા, તાલુકા,શહેરના હોદેદારો કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here