કપરાડામાં આમઆદમી પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી વીજ્યોત્સવ મનાવ્યો

0
221

પાંચ રાજ્યોની ચૂંટણી બાદ મતગણતરીમાં આમઆદમી પાર્ટીનો વિજય થતા વારોલી તલાટ ખાતે ફટાકડા ફોડી વીજ્યોત્સવ મનાવ્યો

દેશના પાંચ રાજ્યોમાં હાલમાં જ યોજાયેલ ચૂંટણી બાદ આજે તેમની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં પંજાબમાં આમઆદમી પાર્ટીનો વિજય થતાં, કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામે કપરાડા તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઉતના નિવાસસ્થાને આમઆદમી પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી વીજ્યોત્સવ મનાવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, આ કાર્યક્રમ દરમિયાન આમઆદમી પાર્ટીના જિલ્લા સહ સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, તાલુકા મંત્રી સલમાનભાઈ ફડવળ, તાલુકા સંઘઠન મંત્રી વિજયભાઈ મુહડકર, ઉમલી જૂથ ગ્રામપંચાયતના સરપંચ વિનોદભાઈ ગીનધળીયા, વાડધા મનાલા જૂથ ગ્રામપંચાયતના સરપંચ જ્યેન્દ્રભાઈ ગાવીત સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી, ફટાકડા ફોડી, મોં મીઠું કરી, વીજ્યોત્સવ મનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here