સદગુરુ કૃપા હી કેવલમ.
મિત્રો- શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. જેમ સ્ત્રીને નવ મહિના પછી બાળકનો જન્મ થાય, તેમ બુદ્ધિની પરિપક્વતા એ વિવેકનો જન્મ થાય છે. ઘણી વાર એવું થતું હોય છે, કે આપણે કોઈની દેખાદેખીમાં, કે પછી અધુરી માહિતી
એ કોઈ નિર્ણય લઈએ તો એ લાંબો સમય ટકતો નથી, અથવા તો એ નિર્ણય પાછળથી આપણને ખોટું કર્યું કે ઉતાવળ કરી એવો અનુભવ પણ કરાવે. આપણે ગઈકાલે જોયું તેમ માત્ર ભગવાન ગણેશના મંત્રો બોલવાથી કે તેના સ્થાપનથી વિવેક આવતો નથી, અને એટલે જ પંચતત્વના એ જળ તત્વની પુષ્ટિ અંતરાત્મામાં થતી નથી. વિવેક એટલે એક એવો વિચાર કે જે જીવનને સમ અને સહજ બનાવે, ન આપણને ગુરુતા ગ્રંથિમાં બંધાવા દે કે ન લઘુતા ગ્રંથીમાં. વિવેક એટલે શું બોલવું! શું ખાવું! શું પીવું! શું પહેરવું! ક્યારે સુવું! ક્યારે ઉઠવું! કોને માન આપવું! કોઈ નું પણ અપમાન ન કરવું, અને કોનુ આચરણ અમલમાં મૂકવું, આ બધું જ સમજાવે અને સહજ રીતે કરાવે. વિવેક એટલે ના કોઈના પ્રભાવમાં આવવું, કે ના કોઈના સ્વભાવથી પરેશાન થવું. વિવેક એટલે એક એવી દૃષ્ટિ કે જે સત્ય અસત્યની આરપાર જોઈ શકે,અને સત્ય નાં આચરણ તરફ જીવનને વાળે. ગઈકાલે વાત કરી તેમ સત્ય-અસત્ય વિશે સમજ તો આપણને સૌને છે, પરંતુ એનું એટલું આચરણ થતું નથી, અને એને કારણે આ બધી સમસ્યા છે, આટલું સીધું ગણિત હવે સૌને સમજાય ગયું હશે. તો એવું શું કરીએ કે જેનાથી આપણો વિવેક જાગૃત થાય! રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી! સાધુ પુરુષ ને સૂઈ ન રહેવું. જોગીયા હોય તેણે જોગ સંભારવા,ભોગીયા હોય તેણે ભોગ ત્યજવા. એમાં છેલ્લે નરસિંહ એ બહુ સરસ ને માર્મિક વાત કહી છે,કે આપણે આપણાં ધર્મ સંભાળવા, કર્મ નો મર્મ લેવો વિચારી. પણ તકલીફ ત્યાં જ છે, કે આપણને આપણે શું કરીએ છીએ તે દેખાતું જ નથી! અને અન્ય શું કરે છે, એ જ દેખાય છે. તેથી તેણે આમ ન કરવું જોઈએ, અથવા તેણે આમ જ કરવું જોઈએ, એમાં જ આપણી જિંદગી પૂરી થઈ જતી હોય છે. જેમ કોઇ ધૂણા પાસેથી પસાર થઈએ તો આપણને તપારો લાગે,પણ તેની ધૂપની સુગંધથી આપણે પ્રફુલ્લિત થઈ જતાં હોઈએ છીએ, એમ વિવેકનું આચરણ એ થોડું અઘરું છે,પણ કર્યા પછી એ આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે, અથવા ઘણીવાર મુસીબતથી બચાવે. ગઈકાલે ડોંગરેજી બાપાનો એક સુવિચાર વાંચ્યો, એમાં લખ્યું હતું કે પ્રવર્તમાન યુગમાં લોકો અધ્યયન ઘણું કરે છે એટલે કે ગ્રંથોના ગ્રંથો વાંચે છે. વૈદિક શાસ્ત્રો થી માંડીને વિજ્ઞાન સુધીના બધા જ પુસ્તકો વાંચે છે, હરિ કથા, પૂજા, હોમ હવન, યજ્ઞ આદિ પણ બધું કરે છે, અને છતાં લોકોને શાંતિ મળતી નથી, એનું કારણ એ જ છે કે લોકો ધર્મ નું આચરણ કરતા નથી, એટલે કે આપણે શું કરવું જોઈએ, તેનું જ્ઞાન આપણી પાસે છે. પરંતુ એ વાત આપણે અમલમાં મૂકી શકતાં નથી, અને એને કારણે આ પરિસ્થિતિ છે.
તોવ આ પરિસ્થિતિ થી બચવા આજે આપણે ચિંતનમાં પંચમહાભૂતના પવન તત્વ વિશે વાત કરીશું.
પવન એટલે વાયુ અને ઓક્સિજન વાયુ ને આપણે ત્યાં પ્રાણવાયુ કહેવાયો છે. એટલે કે માનવીને જીવંત રહેવા માટે તેને શ્વાસ ઉચ્છવાસની ક્રિયા દ્વારા સતત ઓક્સિજનની જરૂર પડે છે, અને એ રીતે જોઈએ તો ઓક્સિજનનું ખૂબ મહત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષમાં કોરોના કાળમાં કેવી ઓક્સિજનની તંગી થઇ ગઇ હતી! એ સમસ્યા પરથી જાણી શકાય છે, કે શુદ્ધ ઓક્સિજન ના હોય તો આપણું જીવવું આસાન નથી. વનસ્પતિ દ્વારા સતત ઓક્સિજનનું નિર્માણ થતું રહે છે, અને તેને કારણે આપણું જીવન સરળ બને છે, તે જાણવા છતાં આપણે વૃક્ષોના ઉછેર પ્રત્યે એટલા જાગૃત નથી,અને આજે પણ વિકાસને નામે આડેધડ વૃક્ષો કપાય છે, એટલે કે ક્યાંકને ક્યાંક આપણે અવિવેક કરીએ છીએ. માત્ર અવિવેકનું આચરણ મૂકી દઈએ, તો પણ વિવેકની પુષ્ટિ થાય અને એ રીતે આપણે આપણા પ્રાણ તત્વ ને બચાવી શકાય, એટલે કે શુદ્ધ ઈશ્વર.\nઆપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. જેમ સ્ત્રીને નવ મહિના પછી બાળકનો જન્મ થાય, તેમ બુદ્ધિની પરિપક્વતા એ વિવેકનો જન્મ થાય છે. ઘણી વાર એવું થતું હોય છે, કે આપણે કોઈની દેખાદેખીમાં, કે પછી અધુરી માહિતી\nએ કોઈ નિર્ણય લઈએ તો એ લાંબો સમય ટકતો નથી, અથવા તો એ નિર્ણય પાછળથી આપણને ખોટું કર્યું કે ઉતાવળ કરી એવો અનુભવ પણ કરાવે. આપણે ગઈકાલે જોયું તેમ માત્ર ભગવાન ગણેશના મંત્રો બોલવાથી કે તેના સ્થાપનથી વિવેક આવતો નથી, અને એટલે જ પંચતત્વના એ જળ તત્વની પુષ્ટિ અંતરાત્મામાં થતી નથી. વિવેક એટલે એક એવો વિચાર કે જે જીવનને સમ અને સહજ બનાવે, ન આપણને ગુરુતા ગ્રંથિમાં બંધાવા દે કે ન લઘુતા ગ્રંથીમાં. વિવેક એટલે શું બોલવું! શું ખાવું! શું પીવું! શું પહેરવું! ક્યારે સુવું! ક્યારે ઉઠવું! કોને માન આપવું! કોઈ નું પણ અપમાન ન કરવું, અને કોનુ આચરણ અમલમાં મૂકવું, આ બધું જ સમજાવે અને સહજ રીતે કરાવે. વિવેક એટલે ના કોઈના પ્રભાવમાં આવવું, કે ના કોઈના સ્વભાવથી પરેશાન થવું. વિવેક એટલે એક એવી દૃષ્ટિ કે જે સત્ય અસત્યની આરપાર જોઈ શકે,અને સત્ય નાં આચરણ તરફ જીવનને વાળે. ગઈકાલે વાત કરી તેમ સત્ય-અસત્ય વિશે સમજ તો આપણને સૌને છે, પરંતુ એનું એટલું આચરણ થતું નથી, અને એને કારણે આ બધી સમસ્યા છે, આટલું સીધું ગણિત હવે સૌને સમજાય ગયું હશે. તો એવું શું કરીએ કે જેનાથી આપણો વિવેક જાગૃત થાય! રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી! સાધુ પુરુષ ને સૂઈ ન રહેવું. જોગીયા હોય તેણે જોગ સંભારવા,ભોગીયા હોય તેણે ભોગ ત્યજવા. એમાં છેલ્લે નરસિંહ એ બહુ સરસ ને માર્મિક વાત કહી છે,કે આપણે આપણાં ધર્મ સંભાળવા, કર્મ નો મર્મ લેવો વિચારી. પણ તકલીફ ત્યાં જ છે, કે આપણને આપણે શું કરીએ છીએ તે દેખાતું જ નથી! અને અન્ય શું કરે છે, એ જ દેખાય છે. તેથી તેણે આમ ન કરવું જોઈએ, અથવા તેણે આમ જ કરવું જોઈએ, એમાં જ આપણી જિંદગી પૂરી થઈ જતી હોય છે. જેમ કોઇ ધૂણા પાસેથી પસાર થઈએ તો આપણને તપારો લાગે,પણ તેની ધૂપની સુગંધથી આપણે પ્રફુલ્લિત થઈ જતાં હોઈએ છીએ, એમ વિવેકનું આચરણ એ થોડું અઘરું છે,પણ કર્યા પછી એ આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે, અથવા ઘણીવાર મુસીબતથી બચાવે. ગઈકાલે ડોંગરેજી બાપાનો એક સુવિચાર વાંચ્યો, એમાં લખ્યું હતું કે પ્રવર્તમાન યુગમાં લોકો અધ્યયન ઘણું કરે છે એટલે કે ગ્રંથોના ગ્રંથો વાંચે છે. વૈદિક શાસ્ત્રો થી માંડીને વિજ્ઞાન સુધીના બધા જ પુસ્તકો વાંચે છે, હરિ કથા, પૂજા, હોમ હવન, યજ્ઞ આદિ પણ બધું કરે છે, અને છતાં લોકોને શાંતિ મળતી નથી, એનું કારણ એ જ છે કે લોકો ધર્મ નું આચરણ કરતા નથી, એટલે કે આપણે શું કરવું જોઈએ, તેનું જ્ઞાન આપણી પાસે છે. પરંતુ એ વાત આપણે અમલમાં મૂકી શકતાં નથી, અને એને કારણે આ પરિસ્થિતિ છે.\nતોવ આ પરિસ્થિતિ થી બચવા આજે આપણે ચિંતનમાં પંચમહાભૂતના પવન તત્વ વિશે વાત કરીશું.\n પવન એટલે વાયુ અને ઓક્સિજન વાયુ ને આપણે ત્યાં પ્રાણવાયુ કહેવાયો છે. એટલે કે માનવીને જીવંત રહેવા માટે તેને શ્વાસ ઉચ્છવાસની ક્રિયા દ્વારા સતત ઓક્સિજનની જરૂર પડે છે, અને એ રીતે જોઈએ તો ઓક્સિજનનું ખૂબ મહત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષમાં કોરોના કાળમાં કેવી ઓક્સિજનની તંગી થઇ ગઇ હતી! એ સમસ્યા પરથી જાણી શકાય છે, કે શુદ્ધ ઓક્સિજન ના હોય તો આપણું જીવવું આસાન નથી. વનસ્પતિ દ્વારા સતત ઓક્સિજનનું નિર્માણ થતું રહે છે, અને તેને કારણે આપણું જીવન સરળ બને છે, તે જાણવા છતાં આપણે વૃક્ષોના ઉછેર પ્રત્યે એટલા જાગૃત નથી,અને આજે પણ વિકાસને નામે આડેધડ વૃક્ષો કપાય છે, એટલે કે ક્યાંકને ક્યાંક આપણે અવિવેક કરીએ છીએ. માત્ર અવિવેકનું આચરણ મૂકી દઈએ, તો પણ વિવેકની પુષ્ટિ થાય અને એ રીતે આપણે આપણા પ્રાણ તત્વ ને બચાવી શકાય, એટલે કે શુદ્ધ ઓક્સિજન મળતો રહે ને મૃત્યુથી બચી શકાય.\n પરંતુ આજે આહાર વિહાર અને વિચારને કારણે પ્રમાદ કે આળસનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, કે કોઈ પણ કામ હોય તો આપણને એમ થાય કે, પછી કરીશું! પછી કરીશું! ઉતાવળ શું છે! આવા બધા બહાના હેઠળ તાત્કાલિક કોઈ વિચાર અમલમાં મૂકી શકાતો નથી, અને એને કારણે પરિણામ મળતું નથી આપણા શાસ્ત્રોમાં પ્રમાદ કે આળસને મૃત્યુ પણ કહેવામાં આવ્યું છે,તો એ હિસાબે આજે સમાજનો મોટાભાગનો હિસ્સો મૃત્યુ પામેલો છે, એટલે કે પ્રમાદી છે. જીવંત હોવું એટલે શું! માત્ર શ્વાસ ચાલુ રહેવા કે હ્રદયના ધબકારા ચાલુ રહેવા એટલું પૂરતું નથી, આપણી જીવંતતા મની પ્રતિતિ આપણને, અને અન્ય ને થવી પણ જરૂરી છે. દાખલા તરીકે કોઈ વૃક્ષ છે,અને તેનું સુક્ષ્મ નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે, તેમાં પાંચ કે દસ પાંદડા નવા આવ્યાં, કૂંપળ ફૂટી, એક કળી બેઠી, એક ફૂલ ખીલ્યું, કે પછી પાંચ પીળા પાન ખરી ગયાં, પાંચ દિવસે એક સેન્ટીમીટર ઉંચાઈ વધી,આ બધું બતાવે છે કે તે વૃક્ષ જીવંત છે. હવે આપણી વાત કરીએ તો આપણા જીવંત હોવાનું આ રીતે કોઈ પ્રમાણ આપી શકાતું નથી, માત્ર ઉંમરની રીતે આપણે રોજ વધીએ છીએ,બાકી એવો કોઈ વિચાર આપણા જીવંત હોવાની પ્રતીતિ કરાવતો નથી. એટલે કે પાંચ જણાને મદદ કરી, કે પાંચ સારા કાર્ય કર્યા, કે પછી અન્ય કોઈ સર્જનાત્મક ક્રિયા કરી. બસ જેમ ઉઠ્યા હતાં એમ જ સુઈ ગયાં, અથવા તો કંઈક કર્યું, તો એ ફક્ત પોતાના માટે જ કર્યું. જેમકે ખાધું પીધું લડ્યા ઝઘડ્યા એ બધું પોતાના માટે જ! વૃક્ષ જીવંત હોય તો એ હર ક્ષણ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુનું નિર્માણ કરે છે, અને આપણે એ પ્રાણનું પતન કેમ કરવું તેનું સતત વિચારીએ છીએ, બસ આ એક તફાવત તેના અને આપણાં જીવંત તત્વમાં છે.\n પંચમહાભૂતના એ પવન તત્વની પુષ્ટિ માટે, આપણે ત્યાં પવનપુત્ર હનુમાનની પૂજા કરવામાં આવે છે, અને આ રીતે જોઈએ તો હનુમાન એ કોઈ અનુમાન નથી! કારણ કે પવન એટલે કે વાયુને આપણે સૌ મહેસૂસ કરી શકીએ છીએ, અને એ રીતે હનુમાન તત્વ સતત આપણી આસપાસ રહી આપણું પોષણ કરી રહ્યું છે, એવી એક અનુભૂતિ આપણને તેની પૂજા કે સાધનાથી થાય છે. હનુમાન ને રુદ્રાવતાર પણ કહેવામાં આવ્યો છે, એટલે કે ભગવાન શંકરના અગિયારમા અવતાર તરીકે હનુમાનને સ્વીકારવામાં આવ્યા છે. હનુમાનની પૂજા કે સાધના માટે ઘણી બધી વિધાઓ તંત્ર અને મંત્ર માર્ગની છે. પરંતુ સૌથી આસાન તો હનુમાન ચાલીસા માનવામાં આવ્યા છે, અને પૂજ્ય બાપુની કથા સાંભળનારા સૌ હનુમાન ચાલીસા ના નિત્ય પાઠના નિયમો પણ લેતા હોય છે. હનુમાન ચાલીસા કરનારા સૌ કોઈ જાણતા હશે કે હનુમાન ચાલીસા એક સિદ્ધ મંત્ર છે, અને તેના નિત્ય પાઠથી આપણે પ્રમાણમાં ઘણી શાંતિનો અનુભવ કરી શકાય છે. આ ઉપરાંત પવન પ્રત્યક્ષ દેવ છે, એટલે કે કોઈને કોઈ રીતે આપણે તેને સતત અનુભવીએ છીએ. કોઈ વાર ઠંડીના રૂપે, તો કોઈવાર ગરમીના રૂપે આપણે પવન ને અનુભવતા હોઇએ છીએ. વૈશાખ મહિનાની લૂ વરસતી હોય, અને એવી બપોરે ક્યાંક જવાનું થાય, અને હનુમાન ચાલીસા કે હનુમાનનું સ્મરણ અંતરમાં હોય, તો એ ગરમી આપણને એટલી સ્પર્શતી નથી, અને ક્યાંકથી કોઈ શીતળ લહેરખી આવી આપણને શીતળતાનો અનુભવ કરાવી દે, એવું પણ આપણે અનુભવ્યું હોય છે. એ બતાવે છે કે પવનપુત્ર હનુમાન સતત આપણું રક્ષણ કરી રહ્યો છે, અને આપણી જરૂરિયાત ને સમજીને આપણને જીવંત રાખે છે. પંચમહાભૂત રૂપે ઈશ્વરને આરાધવાનો આ એક સૌથી મોટો ફાયદો છે, કે વિષ્ણુ હોય, દુર્ગા હોય, કે શંકર હોય, એ બધા જ આપણી માટે કાલ્પનિક પાત્રો છે. જ્યારે હવા,જળ, આકાશ, સૂર્ય, અને પૃથ્વી, આ પાંચે તત્વ આપણે નજરે નિહાળી શકીએ છીએ, તેનો અનુભવ કરી શકીએ છીએ, અને સૌથી વધુ મહત્વનું તો તેનાથી જ આપણે જીવંત રહી શકીએ છીએ. હા, એ વાત જુદી છે કે આપણે આમ તો એ ભૂલી જઈને પ્રકૃતિમાં પ્રદૂષણ વધારતા જઈએ છીએ. પરંતુ એનું જ્યારે જ્ઞાન થાય, એ વાતનો જ્યારે વિવેક જાગે, ત્યારે જ આપણે સાચા જીવંત છીએ. તો સત્ય નિષ્ઠ બની વિવેક પ્રાપ્ત કર્યો,વિવેકના વિચાર નું આચરણ કરી પ્રાણ તત્વ નું મહત્વ સમજાયું,અને પ્રમાદ નામના મૃત્યુ માંથી બહાર આવી જીવંત થયાં, અને હવે આ જીવંત અવસ્થામાં હનુમાન રૂપે પવન તત્વની પુષ્ટિ કરી, પવન જેમ આપણી આસપાસના સૌને પણ જીવંત કર્યા. બસ આમ જ પંચમહાભૂત રૂપે રહેલા એ સાક્ષાત દેવની પ્રતિતિ કરતા રહીએ, ને પ્રમાદ થી બચી જીવંત રહી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.\n લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)ઓક્સિજન મળતો રહે ને મૃત્યુથી બચી શકાય.
પરંતુ આજે આહાર વિહાર અને વિચારને કારણે પ્રમાદ કે આળસનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, કે કોઈ પણ કામ હોય તો આપણને એમ થાય કે, પછી કરીશું! પછી કરીશું! ઉતાવળ શું છે! આવા બધા બહાના હેઠળ તાત્કાલિક કોઈ વિચાર અમલમાં મૂકી શકાતો નથી, અને એને કારણે પરિણામ મળતું નથી આપણા શાસ્ત્રોમાં પ્રમાદ કે આળસને મૃત્યુ પણ કહેવામાં આવ્યું છે,તો એ હિસાબે આજે સમાજનો મોટાભાગનો હિસ્સો મૃત્યુ પામેલો છે, એટલે કે પ્રમાદી છે. જીવંત હોવું એટલે શું! માત્ર શ્વાસ ચાલુ રહેવા કે હ્રદયના ધબકારા ચાલુ રહેવા એટલું પૂરતું નથી, આપણી જીવંતતા મની પ્રતિતિ આપણને, અને અન્ય ને થવી પણ જરૂરી છે. દાખલા તરીકે કોઈ વૃક્ષ છે,અને તેનું સુક્ષ્મ નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે, તેમાં પાંચ કે દસ પાંદડા નવા આવ્યાં, કૂંપળ ફૂટી, એક કળી બેઠી, એક ફૂલ ખીલ્યું, કે પછી પાંચ પીળા પાન ખરી ગયાં, પાંચ દિવસે એક સેન્ટીમીટર ઉંચાઈ વધી,આ બધું બતાવે છે કે તે વૃક્ષ જીવંત છે. હવે આપણી વાત કરીએ તો આપણા જીવંત હોવાનું આ રીતે કોઈ પ્રમાણ આપી શકાતું નથી, માત્ર ઉંમરની રીતે આપણે રોજ વધીએ છીએ,બાકી એવો કોઈ વિચાર આપણા જીવંત હોવાની પ્રતીતિ કરાવતો નથી. એટલે કે પાંચ જણાને મદદ કરી, કે પાંચ સારા કાર્ય કર્યા, કે પછી અન્ય કોઈ સર્જનાત્મક ક્રિયા કરી. બસ જેમ ઉઠ્યા હતાં એમ જ સુઈ ગયાં, અથવા તો કંઈક કર્યું, તો એ ફક્ત પોતાના માટે જ કર્યું. જેમકે ખાધું પીધું લડ્યા ઝઘડ્યા એ બધું પોતાના માટે જ! વૃક્ષ જીવંત હોય તો એ હર ક્ષણ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુનું નિર્માણ કરે છે, અને આપણે એ પ્રાણનું પતન કેમ કરવું તેનું સતત વિચારીએ છીએ, બસ આ એક તફાવત તેના અને આપણાં જીવંત તત્વમાં છે.
પંચમહાભૂતના એ પવન તત્વની પુષ્ટિ માટે, આપણે ત્યાં પવનપુત્ર હનુમાનની પૂજા કરવામાં આવે છે, અને આ રીતે જોઈએ તો હનુમાન એ કોઈ અનુમાન નથી! કારણ કે પવન એટલે કે વાયુને આપણે સૌ મહેસૂસ કરી શકીએ છીએ, અને એ રીતે હનુમાન તત્વ સતત આપણી આસપાસ રહી આપણું પોષણ કરી રહ્યું છે, એવી એક અનુભૂતિ આપણને તેની પૂજા કે સાધનાથી થાય છે. હનુમાન ને રુદ્રાવતાર પણ કહેવામાં આવ્યો છે, એટલે કે ભગવાન શંકરના અગિયારમા અવતાર તરીકે હનુમાનને સ્વીકારવામાં આવ્યા છે. હનુમાનની પૂજા કે સાધના માટે ઘણી બધી વિધાઓ તંત્ર અને મંત્ર માર્ગની છે. પરંતુ સૌથી આસાન તો હનુમાન ચાલીસા માનવામાં આવ્યા છે, અને પૂજ્ય બાપુની કથા સાંભળનારા સૌ હનુમાન ચાલીસા ના નિત્ય પાઠના નિયમો પણ લેતા હોય છે. હનુમાન ચાલીસા કરનારા સૌ કોઈ જાણતા હશે કે હનુમાન ચાલીસા એક સિદ્ધ મંત્ર છે, અને તેના નિત્ય પાઠથી આપણે પ્રમાણમાં ઘણી શાંતિનો અનુભવ કરી શકાય છે. આ ઉપરાંત પવન પ્રત્યક્ષ દેવ છે, એટલે કે કોઈને કોઈ રીતે આપણે તેને સતત અનુભવીએ છીએ. કોઈ વાર ઠંડીના રૂપે, તો કોઈવાર ગરમીના રૂપે આપણે પવન ને અનુભવતા હોઇએ છીએ. વૈશાખ મહિનાની લૂ વરસતી હોય, અને એવી બપોરે ક્યાંક જવાનું થાય, અને હનુમાન ચાલીસા કે હનુમાનનું સ્મરણ અંતરમાં હોય, તો એ ગરમી આપણને એટલી સ્પર્શતી નથી, અને ક્યાંકથી કોઈ શીતળ લહેરખી આવી આપણને શીતળતાનો અનુભવ કરાવી દે, એવું પણ આપણે અનુભવ્યું હોય છે. એ બતાવે છે કે પવનપુત્ર હનુમાન સતત આપણું રક્ષણ કરી રહ્યો છે, અને આપણી જરૂરિયાત ને સમજીને આપણને જીવંત રાખે છે. પંચમહાભૂત રૂપે ઈશ્વરને આરાધવાનો આ એક સૌથી મોટો ફાયદો છે, કે વિષ્ણુ હોય, દુર્ગા હોય, કે શંકર હોય, એ બધા જ આપણી માટે કાલ્પનિક પાત્રો છે. જ્યારે હવા,જળ, આકાશ, સૂર્ય, અને પૃથ્વી, આ પાંચે તત્વ આપણે નજરે નિહાળી શકીએ છીએ, તેનો અનુભવ કરી શકીએ છીએ, અને સૌથી વધુ મહત્વનું તો તેનાથી જ આપણે જીવંત રહી શકીએ છીએ. હા, એ વાત જુદી છે કે આપણે આમ તો એ ભૂલી જઈને પ્રકૃતિમાં પ્રદૂષણ વધારતા જઈએ છીએ. પરંતુ એનું જ્યારે જ્ઞાન થાય, એ વાતનો જ્યારે વિવેક જાગે, ત્યારે જ આપણે સાચા જીવંત છીએ. તો સત્ય નિષ્ઠ બની વિવેક પ્રાપ્ત કર્યો,વિવેકના વિચાર નું આચરણ કરી પ્રાણ તત્વ નું મહત્વ સમજાયું,અને પ્રમાદ નામના મૃત્યુ માંથી બહાર આવી જીવંત થયાં, અને હવે આ જીવંત અવસ્થામાં હનુમાન રૂપે પવન તત્વની પુષ્ટિ કરી, પવન જેમ આપણી આસપાસના સૌને પણ જીવંત કર્યા. બસ આમ જ પંચમહાભૂત રૂપે રહેલા એ સાક્ષાત દેવની પ્રતિતિ કરતા રહીએ, ને પ્રમાદ થી બચી જીવંત રહી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)