કપરાડાના કુંભઘાટ એસ ટી બસને નડીયો અકસ્માતમાં મુસાફરોનો ચમત્કારી બચાવ

0
234

નેશનલ હાઈવે 848 કપરાડા ના માંડવા કુંભઘાટ માં ટ્રક ચાલકે 3 વાહનોને અડફેટમાં લેતા એસ ટી બસ ખીણમાં ઉતરી ગઈ હતી.

કપરાડા નો કુંભઘાટ મોત નો ઘાટ બની ગયો છે. પ્રતિરોજ અકસ્માત સર્જાય છે. આજના અકસ્માતમાં ટ્રક ઘાટ ઉતરી રહી હતી અચાનક બ્રેક ફેલ થતા પહેલા બાઇક સવારને અડફેટમાં લીધા બાદ ઉભી રાખવામાં આવેલ ટેમ્પો અને મુસાફરો લઈ વાપી જતી એસ ટી બસને પાછળ ભાગે ટક્કર મારી બસ નીચે ઘાટમાં ઉતરી ગઈ હતી. બસમાં 10 જેટલા મુસાફરો હતા. મુસાફરોને નજીવી ઇજા પહોંચી હતી. ટ્રક પણ નીચે ઉતરી ગઈ હતી. કપરાડા પોલીસ જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી.

ઉલ્લેખનીય છેકે વર્ષોથી અનેક અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. સ્થાનિક રાજ્કીય આગેવાનો નેતાઓ કેમ ચૂપ છે ?
Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here