વલસાડ ખાતે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં આપ કાર્યકર્તાઓ જોડાયા હતા

0
186

પંજાબ માં મળેલ ભવ્ય જીત ને લઈને આમઆદમી પાર્ટી દ્વાર આજરોજ વલસાડ ખાતે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં આપ કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે સાથે આપ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે તેવી જાહેરાત આપ ના ગુજરાત નાં પ્રભારી દ્વારા કરવામા આવી હતી..

પંજાબ રાજ્ય માં મળેલ ભવ્ય જીત ને લઈને વલસાડ શહેર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં શ્રી મનોજ સોરઠીયા
ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી, દિલ્હી ના ધારાસભ્ય શ્રી ગુલાબ સિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા તેમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાત માં તમામ વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે સાથે સાથે દિલ્હી નાં તમામ નેતાઓ ગુજરાત ઇલેક્શન માં જોડાશે અને ગુજરાતના તમામ મુદ્દે ઇલેક્શન લડશે.. તો બીજી તરફ ઇવીએમ ને લઈને તેમને કહ્યું કે ઇવીએમ થી ઇલેક્શન થાય તો વાંધો નહિ પણ વિવી પેટ સ્લીપ ની 60% ની ગણતરી થવી જોઈએ … અગર આમ આદમી પાર્ટી ને મોકો મળશે તો તેમના ધારાસભ્ય ગાંધીનગર માં બેસી ને કામ નહીં કરશે તેઓ તેમના ધારાસભ્ય જે વિસ્તાર માંથી આવે તે વિસ્તાર માં રહી ને કામ કરશે. આ તિરંગા રેલી યાત્રા માં શ્રી ગુલાબસિંહ યાદવ (ધારાસભ્ય દિલ્હી સરકાર), ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા
ગુજરાત પ્રદેશ મહામંત્રી), સંગઠન મંત્રી શ્રી રામ ધડુક અને વલસાડ જીલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ જીતુ ભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here