ગોરાટ હનુમાન સુરત ખાતે કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 821 મી રામ કથા નો મંગલમય આરંભ થશે.જેનું આજે શ્રીફળ મુરત એડવોકેટ અરવિંદભાઈ ભંડારી,રોહિતભાઈ બિસ્કિટવાલા,મયુરેશભાઈ દલાલ,હીરાલાલભાઈ પટેલ ને અર્પણ કરવામા આવ્યું હતું.સાથે જીવન નુ 47 મા વર્ષ ના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નો પણ મંગલમય પ્રારંભ કરવામા આવશે.કથા નો સમય દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા નો રાખવામા આવ્યો છે.રામ કથા મા આવતા બધાજ ઉત્સવો શિવ પાર્વતી વિવાહ,રામ જન્મ,સીતારામ વિવાહ,રામેશ્વર પૂજા વગેરે ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે.આચાર્ય કિશન દવે દ્વારા મંત્રોચાર કરવામા આવ્યા હતા.કથાકાર પ્રફુલભાઇ શુકલ એ આશીર્વાદ આપતા કહ્યું હતું કે ” ગોરાટ હનુમાન જેવી પાવન જગ્યા એ રામ કથા કરવાનો અવસર ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે”.