વલસાડ જિલ્લાની 4 સંસ્થાઓ ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી સન્માનિત. જેમાં શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનવાડા ના પ્રમુખ યોગેશ પટેલ (યોગી) ને રાજ્યપાલ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આજ રોજ તા. 14/03/2022 સોમવારના રોજ અમદાવાદ ખાતે કલાકારો અને કાર્યકર્તાઓનું રાષ્ટ્રીય સંકલિત ફોરમ NIFAA, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશનના સંયુક્ત આયોજન થકી “ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડ” સમારોહમાં મુખ્ય મહેમાન ગુજરાતના મહામહિમ રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે, રક્તદાનના વર્લ્ડ રેકોર્ડમાં સહભાગી ગુજરાત રાજ્યના 75 સંસ્થાના પ્રમુખોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં વલસાડ જિલ્લાની 4 સંસ્થાઓએ પણ રાજ્યપાલના હસ્તે સન્માનિત થઈ જિલ્લાને ગૌરવ બક્ષ્યું છે.
સન્માનિત જિલ્લાની 4 સંસ્થાઓમાં
- (1) 38 વર્ષોથી રક્તદાન ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વલસાડ રક્તદાન કેન્દ્ર, વતી સંસ્થાના માનદ મંત્રી ડો.યઝદી ઈટાલીયા.
- (2) છેલ્લા 18 વર્ષોથી રક્તદાન અને અન્ય સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનવાડાના પ્રમુખ શ્રી યોગેશ પટેલ(યોગી).
- (3) ધરમપુરના યુવાનોની સેવાથી સજ્જ રાષ્ટ્રીય સ્વયંમ સેવા સંઘ સેવા વિભાગ (RSS) ના એક્ટિવ મેમ્બર શ્રી રેનીશકુમાર મકવાણા
- (4) વલસાડમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે અને રક્તદાન મહાદાન ને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર , યુવાનોમાં રક્તદાનની આહલેક જગાડનાર, જિલ્લાની જનતા હોઠે અને હૈયે ગુજતું નામ ઉમિયા સોશ્યિલ ટ્રસ્ટના શ્રી પિયુષ સંતોકીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં.
વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા 90 માં શહિદ દિવસે આ ત્રણે સંસ્થાના સહયોગમાં 3 રક્તદાન શિબિરોનું આયોજન કરેલ જેમાં યુવાઓએ શહીદ દિવસે પોતાના 1 યુનિટનું ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં યોગદાન આપી માનવતાને મહેંકાવી રક્તદાન રાષ્ટ્રને નામે કરી કીર્તિમાંન હાંસલ કરવામાં સહયોગી થયેલ સૌ ગૌરવિંત થયાં જે તમામને વલસાડ રક્તદાન દ્વારા અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવે છે.
ગત વર્ષે સંવેદના એક નાની પહેલ દ્વારા 23 માર્ચ 21ના રોજ 90માં શહીદ દિવસે સમગ્ર દેશમાં NIFA, NBTC, ISBTI, Indian Red Cross Society અને અન્ય સંસ્થાઓ, રક્તદાન શિબિર આયોજકો, રક્તદાતાશ્રીઓ અને રક્તદાન કેન્દ્રોના સહયોગથી સમગ્ર દેશમાં રક્તદાન શિબિરો યોજી રક્તદાન ક્ષેત્રે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે અંકિત કરી દેશનું ગૌરવ વધારેલ.
શહીદ દિવસે સમગ્ર દેશમાં સંવેદના અભિયાન રક્તદાન અને રાષ્ટ્રભક્તિનો અદભુત સંગમ બની રહેલ અને 90માં શહીદ દિવસે શહીદોને સમગ્ર ભારત દેશના રક્તદાતાઓએ રક્તના લાલ રંગે રક્તદાન દ્વારા સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી આ અભિયાન અંતર્ગત કુલ 1476 રક્તદાન કેમ્પઓમાં કુલ 127675 લોકોએ રક્તદાન માટે રજીસ્ટ્રેશ કરાવેલ જે પૈકી 97744 એ રક્તદાન કરી અનોખો કીર્તિમાંન હાંસલ કરવામાં યુવાનોએ રક્તદાન રાષ્ટ્ર કે નામ કરી વર્લ્ડ રેકોર્ડ ભારતને નામ અંકિત કરેલ.
આ અભિયાનમાં છેલ્લી ક્ષણે દેશના અમુક રાજ્યોમાં લોકડાઉન માર્ગદર્શિકાને કારણે તથા અન્ય ઘણા અવરોધો હોવા છતાં આયોજકો અને રક્તદાન કેન્દ્રોના અથાગ પ્રયત્નોનું પરિણામ એટલે રક્તદાન ક્ષેત્રે ઉચ્ચ આયામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભારતને નામ અંકિત થયેલ.
Ad..