આપની તિરંગા યાત્રા જામનગર પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.
જીએનએ જામનગર:
આમ આદમી પાર્ટીની વિજય તિરંગા યાત્રા સૌરાષ્ટ્રના જામનગર ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પંજાબમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક વિજય પ્રસંગને ઊજવવા તિરંગા યાત્રા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને જામનગર ખાતે પહોંચ્યા હતા. આ તિરંગા યાત્રાની શરૂઆત જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે આગેવાનોએ દર્શન કર્યા બાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
આ યાત્રા રામેશ્વર નગર પટેલ કોલોની સ્ટાફ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, અમર સર્કલ, ત્રણ બત્તી, સુપર માર્કેટ, રણજીત રોડ, ચાંદી બજાર, હવાઈ ચોક, ખંભાળિયા ગેટ થઈ આર્ય સમાજ રોડ થી પવનચક્કી ત્યારબાદ નાગપુરી સાધના કોલોની વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા નું મંદિર મહાદેવ મંદિર શ્રી રામ મંદિર જુલેલાલ મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તિરંગા યાત્રા અલ્હાબાદ બેંક નજીક પૂર્ણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા નેતા ઇસુદાનભાઈ ગઢવી , દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ , પ્રદેશ મંત્રી દયાબેન મકવાણા, પ્રદેશ મંત્રી દુર્ગેશ ભાઈ ગડલિંગ, જામનગર શહેર પ્રમુખ કરશન કરમુર , જીલ્લા પ્રમુખ પ્રકાશ દોંગા ,ઉપપ્રમુખ આશિષભાઈ કંટારીયા, સુખદેવ સિંહ જાડેજા, આશિષભાઈ સોજીત્રા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ વજસીભાઈ વારોતરીયા ,શહેર મહિલા પ્રમુખ ચેતનાબેન માણેક ,શહેર યુવા પ્રમુખ ધવલભાઇ ઝાલા જિલ્લા યુવા પ્રમુખ મયુર ચાવડા, જિલ્લા મંત્રી નીતિનભાઇ મુંગરા તેમજ મોટી સંખ્યામાં શહેર તથા જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
Ad….