સુરતમાં ફરી એક વખત મહિલાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. મહિલાની ગળી કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર સુરત માં ખળભળાટ મચી ગયો છે. મહિલાનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. હત્યારો મહિલાના ઘરમાં ઘૂસી હત્યા કરી ફરાર થઈ ગયો છે.
સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઘટના સ્થળ પર હાજર લોકોનું માનીએ તો અજાણ્યો શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ ઘાતકી રીતે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પોલીસ પણ મર્ડર મિસ્ટ્રીની તપાસમાં જોતરાઈ ગઈ છે.
ઘરમાંથી મહિલાનો મૃતદેહ કાઢી હાલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિકની ટીમ પણ બોલાવી હત્યાના પુરાવા એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે તેમજ સીસીટીવી પણ પોલીસ ખંગાળી રહી છે. જોકે હજુ સુધી મહિલાની હત્યા શા કારણે કરવામાં આવી તેની કોઈ વિગત સામે આવી નથી પણ હત્યારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.