નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાની માગ..
ભરૂચ જિલ્લાની ભાગોળ માંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નર્મદા નદીના વહેણમાં બેટ દેખા દેતા થયા છે અને સાથે જ નર્મદા નદીના કિનારા પણ સુકા ભઠ્ઠ બની રહ્યા છે જેના પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માં ભરૂચ વાસીઓ કર્યા છે ઉનાળાની શરૂઆતમાં જ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ઉનાળાની ઋતુ જામશે ત્યારે નર્મદાની સ્થિતિ કેવી હશે તે પ્રશ્ન આજે ચર્ચાસ્પદ બની ગયો છે
સરદાર સરોવર ડેમ ૪ રાજ્યો માટે આશીર્વાદ રૂપ બન્યો પણ ભૃગુકચ્છ માટે અભિશાપ બન્યો છે. નર્મદાના નીર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ડાઉનસ્ટ્રીમ બંધ કરીને પાણી પહોંચાડ્યું છે. ડાઉનસ્ટ્રીમમાં છેલ્લા દોઢ મહિનાની આવક ઘટી છે. ગરુડેશ્વર રીવર કમ બેરેજ ને લઇ ગરુડેશ્વર થી નર્મદા નદી ની ડાઉનસ્ટ્રીમ નદી સંગમ સ્થાન સુધી છીછરી બની છે. ૨૦૧૮ બાદ પુનઃ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી માત્ર ૪ ગાળામાં ૨૦૦ મીટરમાં જોવા મળે છે. પહેલા ડેમ અને હવે ગરુડેશ્વર રીવર કમ બેરેજ કોઝવે જળમાર્ગ અવરોધતા નર્મદા ભક્તો ની આસ્થા અને ભરૃચીઓનું ગૌરવ હળાયું છે.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ૯૫૦ મીટર વિશાળ પટમાં વહેતી નર્મદા હવે માત્ર ૪૫૦ મીટર અંદર સમેટાય છે. ગોલ્ડન બ્રિજ આગળ ૨ ફૂટ સુધી પાણી સપાટી નીચે આવી છે. ૧૨૫૦ મીટરના ગોલ્ડન બ્રિજ પર પટ હવે બંને તરફ પુરાણ ૮૦૦ મીટર વિસ્તાર થઇ ગયું છે. ૨૦૧૭ કરતા પણ હાલત બગડી ૧૦૦ મીટરનું પુરાણ વધુ થયું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના વહેણો વચ્ચે કેટકેટલી જગ્યાએ બેટ ઉપસી આવ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ નર્મદા નદી સૂકી ભટ બની રહી છે ત્યારે ઉનાળાના ચાર ચાર મહિના નર્મદા નદી ની સ્થિતિ કેવું સ્વરૂપ ધારણ કરશે તે પ્રશ્ન આજે ચર્ચાસ્પદ બની ગયો છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા નદીના વહેણ ખુટી જવાના કારણે નર્મદા નદીના ઘાટ ઉપર ખેતી કરતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે નર્મદા નદીના પટમાં ઉનાળામાં ખેતી નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે કારણ કે નર્મદા નદીમાં દરિયાઈ પાણી ની ભરતીના કારણે ખારાશથી જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઉનાળાના ચાર મહિના નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવે તો નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાય તેવો ભય પણ ઉભો થયો છે.
રિપોર્ટર
ભરૂચ
ભરત મિસ્ત્રી
9904740823