ભરૂચ:ધુળેટી પર્વ ની ઉજવણી કરી નર્મદા નદીમાં ન્હાવા પડેલ શુકલતીર્થ ગામના બે યુવાનો લાપતા થયા..!!
ગત રોજ સમગ્ર દેશ અને રાજ્યમાં એક તરફ ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી તો બીજી તરફ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે થી દુઃખદ સમાચાર સામે આવ્યા હતા,જેમાં નર્મદા નદીમાં બે સ્થાનિક યુવાનો ભરતીના પાણીમાં તણાઇ જતા બંને ઇસમોની કલાકો થી શોધખોળ કરવામાં આવી રહી છે,
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે રહેતા સુનિલ બચુ ભાઈ પંચાલ ઉ.વ ૩૨ અને વૈભવ ઉર્ફે વિષ્ણુ સતિષ ભાઈ પટેલ ઉ.વ ૨૨ નાઓ પોતાના ગામ માં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ શુકલતીર્થ નજીક આવેલ નર્મદા નદી ના કાંઠે ન્હાવા માટે ગયા હતા,તે દરમિયાન અચાનક નદીમાં ભરતી આવતા નદીમાં પાણી નો પ્રવાહ વધી જતાં બંને યુવાનો તણાયા હતા,જે બાદ બંને યુવાનો લાપતા થયા હોવાની માહિતી સામે આવતા ભારે ચકચાર મચી હતી,
મામલા ની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને નગર પાલિકા ફાયર વિભાગ ની મદદ થી નર્મદા નદીમાં લાપતા થયેલ બંને ઇસમોની શોધખોળ કરવામાં આવી છે,જોકે છેલ્લા ૧૨ કલાક ઉપરાંત ના સમય થી બંને યુવાનોનો આ લખાય છે ત્યાં સુધી કોઈ પત્તો ન લાગ્યો હોવાની વિગતો સામે આવી છે,મામલા અંગેની જાણ નબીપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ બંને યુવાનો મામલે જાણકારી પ્રાપ્ત કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
રિપોર્ટર ભરૂચ ભરત મિસ્ત્રી 9904740823