આખું ગામ હિબકે ચડ્યું:કઠલાલના હિંમતપુરા ગામમાં એકસાથે ચાર મિત્રોની સ્મશાન યાત્રા નિકળી, પરિવારજનોનું કાળજુ કંપાવતું આક્રંદ

0
180

આખું ગામ હિબકે ચડ્યું:કઠલાલના હિંમતપુરા ગામમાં એકસાથે ચાર મિત્રોની સ્મશાન યાત્રા નિકળી, પરિવારજનોનું કાળજુ કંપાવતું આક્રંદ

ચારેય મિત્રો મહીસાગર નદીના ડેમ પાસે ડૂબી જતા મોત થયું હતું

ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ યુવાધન સ્નાન કરવા માટે તળાવ, નદીઓ અને બોરકુવા ઉપર જતા હોય છે. શુક્રવારે મહીસાગર નદીના વણાંકબોરીના ડેમ પાસે કઠલાલના હિંમતપુરા ગામના ચાર યુવકો સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે ઉંડા ખાડામાં ચારેય મિત્રો ગરકાવ થઈ જતા ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં અને આ બાદ જરૂરી કાર્યવાહી કરાયા બાદ આજે ચારેય યુવાનોની એક જ ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર કઠલાલના હિંમતપુરા ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. ઉત્સવભર્યા વાતાવરણમાં આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે સવારે કઠલાલ ગામે એકીસાથે ચારેય યુવકોના સમસ્મશાન યાત્રા નીકળતા ગામમાં શોક છવાઈ ગયો હતો.

ડૂબી જતા ચારેયના મોત થયા હતા
કઠલાલ ગામે હિંમતપુરા વિસ્તારમાં રહેતા ચાર મિત્રો ધુળેટી મનાવ્યા બાદ સ્નાન કરવા માટે વણાંકબોરી ડેમ નજીક મહીસાગર નદીના તટ પર ગયા હતા. શુક્રવારે હિંમતપુરામાં મેહુલ ઈશ્વરભાઈ જોષી, રણછોડ વીનુભાઈ રાઠોડો, વિશાલ બાબુભાઈ રાઠોડ અને પીન્ટુ રણછોડભાઈ પરમાર ચારેય જણા મહીસાગર નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે ઉંડા ખાડામાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. તેઓના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here