ધરમપુર તાલુકાના બામટી ગામે આદિવાસી તુર વાદ્ય સાથે નાચવાનો કાર્યક્રમ યોજાયો

0
165

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક જોવા મળી.જયા ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ભેગા થયાં હતા.અને આદિવાસી સમાજ ની સંસ્કૃતિ ની ઝલક જોવા મળી. અને ત્યાં ખાસ વાત એ હતી નાના નાના બિરસાઓ પણ માથે સમાજની શાન એવી પાઘડી પહેરી હતી. આદિવાસી સમાજ એકજુથ થઇ રહ્યો છે અને આવનાર સમયમાં કોઈ પણ અન્યાય સામે ચોક્કસ અવાજ ઉઠાવછે.
ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ,ધરમપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ , ધરમપુર તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાજેશભાઇ, મરઘમાળ સરપંચ રજનીકાંત પટેલ,વિરવલ સરપંચ પ્રતીકભાઇ,બામટી સરપંચ વિજયભાઈ પાનેરીયા, સમરસ ગ્રામ પંચાયત બારસોલ સરપંચ પ્રભાતભાઈ, આંસુરા સરપંચ સંજયભાઈ, જયેશભાઇ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર, રમેશભાઈ અટારા, સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી ના સભ્યઓ ઉમેદભાઈ પટેલ,તેજલબેન નયન ભાઇ પટેલ, અનિલભાઈ ધરમપુર અને ખુબજ મોટી સંખ્યામાં ભાઈઓ વલીડો અને માતાઓ બહેનો હાજર રહ્યા હતા.
આયોજક મિત્રો ચીમનભાઈ, રવીન્દ્રભાઈ, મગનભાઈ, સુનિલભાઈ, નટુભાઈ, ઠાકોરભાઇ, ઉત્તમભાઈ, રાયસીંગભાઇ,રમેશભાઈ, અશોકભાઈ સમાજ ની સંસ્કૃતિ ને ઉજાગર કરી તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here