યુવાનોમાં આદિવાસી ક્ષેત્રમાં નવી ક્રાંતિની જ્યોત પ્રગટી છે. કપરાડા તાલુકાના ટુકવાડા ગામે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, 181 કપરાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ડો. મહેશ પટેલ, તેમજ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભવાર ,કપરાડા તાલુકા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મહેશભાઈ ખેતરી, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના મંત્રી અલ્કેશભાઇ તેમજ સોમભાઈ અને ટુકવાડા ગામના ક્રિકેટ પ્રેમી ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.