કપરાડામાં તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધમાં હજારોની જનમેદની એકઠી થઈ પ્રોજેકટનો વિરોધ કરી રેલી યોજવામાં આવી

0
203

ધમરપુર બાદ કૉંગ્રેસી નેતાએ વઘઈ, તાપી, ડાંગમાં પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડના કપરાડામાં તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધમાં હજારોની જનમેદની એકઠી થઈ છે પ્રોજેકટનો વિરોધ કરી રહી છે. વાસંદા કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પેટલ અને કોંગ્રેસના આગેવાનીમાં અહીં એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતુ.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં ડૅમોના વિરોધમાં આ લોકો હજારો સંખ્યામાંએકઠા થયા હતા.

આ પહેલાં ધરમપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના 8 હજારથી વધારે આદિવાસીઓ આ પ્રોજેક્ટ અંતર્ગતના ડૅમના નિર્માણનો વિરોધ નોંધાવવા ભેગા થયા હતા.

ધમરપુર બાદ કૉંગ્રેસી નેતાએ વઘઈ, તાપી, ડાંગમાં પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

આ ડૅમના નિર્માણથી કેટલાંય ગામોના લોકો વિસ્થાપિત થશે એવો વિરોધપ્રદર્શનમાં દાવો કરાયો છે.

નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ પક્ષકારોની સહમતી બાદ પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર કામ આગળ વધારવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત થતાં જ ગુજરાતમાં વિરોધ શરૂ થઈ ગયો અને હજી સુધી ચાલી રહ્યો છે.તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પર પ્રસ્તાવિત ડૅમો સામે આદિવાસીઓ રેલી પણ કાઢી હતી અને સ્થાનિક કપરાડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

અગાઉ વિસ્થાપિતો થયા હતા.પરંતુ હજુ પણ માલિકીહક અંગે સમસ્યાઓ રહેલી છે. આથી, ડાંગ-ધરમપુર કપરાડા આદિવાસીઓમાં પણ પ્રોજેક્ટ અને તેના વિસ્થાપન અંગે આશંકાઓ પ્રવર્તી રહી છે.

આ વિરોધ પ્રદર્શનમાં વલસાડ, કપરાડા, ધરમપુર, વાંસદા, ચીખલી , ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

કપરાડામાં જ્યેન્દ્ર ગાંવિત અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસના નેતા અનંત પટેલ વિરોધ પક્ષના નેતા શુખરામ રાઠવા, તુસાર ચૌધરી ,પુનાજી ગામીત ગૌરાગ પંડિયા , કલ્પેશ પટેલ વસંત પટેલ અને શિવસેના નેતા અભિનવ ડેલકર સહિત મોટી સંખ્યામાં અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here