વલસાડ જિલ્લા નું ગૌરવ વાપીના અધ્યાપક હિન્દી સાહિત્ય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ ‘સાહિત્ય શિરોમણી એવોર્ડ ‘ થી સન્માનિત

0
190

  • વાપી આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીના અધ્યાપક હિન્દી સાહિત્ય ક્ષેત્રમાં આદિત્ય ફાઉન્ડેશન વર્ધા ખાતે આંતરરાષ્ટ્રીય એવોર્ડ ‘સાહિત્ય શિરોમણી એવોર્ડ ‘ થી સન્માનિત થયા

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં કાર્યરત અધ્યાપક ડૉ.વિમુખભાઈ ઉત્તમભાઈ પટેલ ધોધડકુવા તા. કપરાડા જિ. વલસાડ ના વતની ને વર્ષ 2022 માં હિન્દી સાહિત્ય ક્ષેત્રમાં વર્ધા ખાતે આંતરરાષ્ટ્રીય એવોર્ડ “સાહિત્ય શિરોમણી – 2022” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આદિત્ય ફાઉન્ડેશન વર્ધા ખાતે શ્રીમતી શાંતિ દેવી પાઠ્યા અને શ્રી બી.પી પાઠ્યાની સ્મૃતિ અર્થે આ આંતરરાષ્ટ્રીય એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રસ્તુત એવોર્ડ માટે સાહિત્યમાં કવિતા લેખન કરાવવામાં આવ્યું હતું.કવિતા લેખનનો વિષય ‘પ્રાકૃતિક સોંદર્ય’ રાખવામાં આવ્યો હતો જેના પર પોતાના વિચારો કવિતામાં ઢાળવાના હતા અને એમાં લેખકની લેખન પ્રતિભાનું મૂલ્યાંકન કરી વિવિઘ ક્ષેત્રમાંથી સાહિત્ય શિરોમણી શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાહીત્ય ક્ષેત્રના વિશિષ્ટ એવોર્ડ મેળવવા માટે સંસ્થાના અધ્યાપક ડૉ.જયંતિલાલ બારિસ , એ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ પોતાની સુંદર કવિતા અને કવિ પ્રતિભા દર્શાવી હતી જેના કારણે તેમને આ વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઇ સાહેબે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણે પણ સર્વને આવા સાહિત્યક્ષેત્રમાં પોતાની ઉમદા ભૂમિકા બજાવતા રહે એવા અભિનંદન આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here