નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ત્રણ ભાગેડુંઓએ પોતાની કંપનીઓ દ્વારા પબ્લિક સેક્ટરની બેંકો સાથે છેતરપિંડી કરી હતી. જેના કારણે આ બેંકોને કુલ ૨૨,૫૮૫.૮૩ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.
તેમણે જણાવ્યું હતું કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં પીએમએલએ(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની વિવિધ જોગવાઇઓ હેઠળ ૧૯,૧૧૧.૨૦ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
૧૯,૧૧૧.૨૦ કરોડ રૃપિયા પૈકી ૧૫,૧૧૩.૯૧ કરોડ રૃપિયાની મિલકતો જાહેર ક્ષેત્રની બેંકોને પરત આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ૩૩૫.૦૬ કરોડ રૃપિયાની મિલકત ભારત સરકારે જપ્ત કરી છે.
ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં ત્રણેય ભાગેડું દ્વારા છેતરપિંડી કરાયેલ કુલ રકમમાંથી ૮૪.૬૧ ટકા રકમ ટાંચમાં અથવા જપ્ત કરી લેવાઇ છે. જ્યારે બેેંકોને થયેલ કુલ નુકસાન પૈકી ૬૬.૯૧ ટકા રકમ તેમને પરત મળી ગઇ છે.