વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવ આકસ્મિક મૃત્યુ

0
263

કપરાડા ના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્યક્તિનું થયુ મોત ઘટના સવારે 8 વાગ્યા બની હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવ ને ઘરના આંગણામાં આસોપાલવ ના ઝાડ પરથી મધની માખી ડંખ મારવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા પ્રસરી ગઈ છે.

( વિજયભાઈ જાદવ ફાઇલ ફોટો )

સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘરના આંગણામાં આસોપાલવ ના ઝાડ પર મધ હતું એ મધની માખી એક ઘરના છોકરા કરડી હતી.

જેની જાણ થતા તપાસ કરતા ઘરના આંગણામાં આવેલા આસોપાલવના ડાળી પર નાનું દેશી મધ જોવા મળતા વિજયભાઈ ધારીયું લઈ ડાળી કાપવા જતા મધની માખી દ્વારા હુમલો કરતા માથા અને ગળા પર ડંખ મારિયા હતા મધની માખી નાની હોયતો કોઈ અસર ના પડે પરંતુ થોડીવારમાં કંઈક શરીર માં તકલીફ જણાતા પરિવાર જનોએ ખાનગી વાહનમાં સારવાર અર્થે નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચીયા પહેલા મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર દ્વારા તપાસ કરતાં વિજયભાઈ જાદવ ને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

મૃતક વિજયભાઈ જાદવ ના મોતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ હતી. વિજયભાઈ ના પિતા પણ થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યા હતા. એમનું પરિવાર અને વિજયભાઈ ધાર્મિક સાથે ભજન કીર્તન માટે સમગ્ર વિસ્તારમાં ઓળખવામાં આવે છે. ઘરકામ કરી નિયમિત ભજનોના કાર્યક્રમો હાજરી આપતા હતા. વિજયભાઈને શ્રદ્ધાજલી આપવા અને સ્મશાન યાત્રા મિત્રો ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here