દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં નવ યુવાન ઋષિત મસરાણી દ્વારા જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ

0
215

ઋષિત મસરાણી

વલસાડ જિલ્લાના ધરમપુરમાં રહે છે . અંગ્રેજી, અમેરિકન અંગ્રેજી અને બ્રિટિશ અંગ્રેજી સાથે અનુસ્નાતક થયા બાદ એમએડ પણ કર્યું છે. ત્યારબાદ જીપીએસસી, ટેટ, ટાટની પરિક્ષાઓ પણ પાસ કરી છે. સરકારી નોકરીની સાથે-સાથે બેન્કમાં ત્યારબાદ બેંગ્લોર અને જર્મનીમાં પણ નોકરી મળતી હતી. પરંતુ જ્યાં રહે છે તે વિસ્તાર આખો આદિવાસી પટ્ટો છે. અહીં શિક્ષણની સાથે-સાથે બીજી બધી જ સુવિધાઓનો અભાવ છે. અહીંથી ભાગ્યે જ કોઇ છોકરા-છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે બહાર નીકળી શકતા. વાસ્તવિક પરિસ્થિતિ જોતા લાગ્યું કે, લોકોના વિકાસ માટે હું કઈ કરી ન શકું તો, મારું ભણવું જ વ્યર્થ છે.

બસ આજ અભિગમને અમલમાં મુકવા વર્ષ 2005 થી શરૂ કરી ‘મસ્તી કી પાઠશાળા’. અઠવાડિયામાં એક વાર એક કલાક કોઇ એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં જવાનું. ભણતર તો શાળામાં મળે છે પરંતુ તેમને ગણતર આપવામાં મને છે, તેથી તેમનાં કામ ન અટકે. તેમને બેન્કમાં અકાઉન્ટ ખોલાવતાં, બેન્કના ખાતામાંથી પૈસા ઉપાડતાં, પૈસા જમા કરાવતાં, સરકારની કોઇ સહાય માટે ફોર્મ ભરતાં વગેરે શીખવાડું છું. આ ઉપરાંત ઘણાં લોકોને સહી કરતાં ન આવડતી હોય તો તેમને એ પણ શીખવાડવા માટે સેવાઓ આપી હતી. બાળકોનો માનસિક વિકાસ થાય એ માટે તેમને વિવિધ રમતો રમાડવા, ગીતો ગવડાવા અને ડાન્સ કરતાં પણ શીખવાડવા આવિયા હતા. જ્યારે કોઈપણ વિસ્તારમાં જતી વખતે નાસ્તો પણ લઈ જાય છે. એ નાસ્તાના બદલામાં તેમની પાસે કોઇ સારું કામ કરાવે, જેમ કે, પક્ષીઓ માટે પાણીનું કુંડુ અને ચણ મૂકાવડાવું, તેમનો વિસ્તાર સાફ રાખતાં શીખવાડે છે. વગેરે. જેથી તેમને મફતનું લેવાની આદત ન પડે અને કઈંક સારાં કામ કરતાં થાય. સાથે-સાથે બાળકોને દાદા-દાદી પાસે જઈને વાર્તા પણ સાંભળવાતા અને અનુભવો જાણી લાવવાનું પણ કહેતા.
અત્યારે ધરપુરમાં એક એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા માટે અંગ્રેજીના ક્લાસ ચાલવે છે. આ સિવાય કૉલેજમાં પાર્ટટાઇમ લેક્ચર આપવા માટે પણ જાય છે. તથા ચાની એક દુકાન પણ શરૂ કરી છે અને તેનું નામ ‘પહેલ ટી સ્ટોલ’ રાખ્યું છે. જ્યાં પત્ની તો કામ કરીએ જ છીએ, સાથે-સાથે બીજા ચાર લોકોને પણ રોજગારી આપી છે અને આમાંથી જે પણ કમાણી થાય તેને ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ટિફિનસેવા આપવા આવે છે. ગામમાં જે પણ વૃદ્ધો એકલાં રહેતાં હોય તેમને આ સેવા અંતર્ગત ટિફિન આપવામાં આવે છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાંથી કોઇ દર્દીઓ ધરમપુર હોસ્પિટલમાં ઈલાજ કે પ્રસુતિ માટે આવ્યાં હોય તો, તેમને પણ જમવાનું પહોંચાડવા આવે છે.

વિવિધ પ્રોજેક્ટ દ્વારા લોક જાગૃતિ અને અને તે દ્વારા તેઓ એક સારા ભવિષ્ય તરફ આગળ વધે તે માટે પણ કામ કરવા આવી રહ્યું છે જે અંતર્ગત પ્રોજેક્ટ શુદ્ધિ જેમાં અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સેનેટરી પેડ વિશે માહિતગાર કરી માસિકના કારણે હતી સમસ્યાનું નિવારણ કરવા સેનેટરી પેડનું વિઅતારણ કરવામાં આવે છે. પ્રોજેક્ટ મમ્મી પપ્પા અંતર્ગત બાળકોને ભણાવવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ઘણીવાર માતા-પિતા પોતાની જ જરૂરિયાતો પૂરી ન કરી શકે. જેના કારણે તેઓ બે-ત્રણ વર્ષ સુધી કપડાં પણ ખરીદી નથી શકતા. તો આ માટે પુરૂષોને બે-બે જોડી પેન્ટ શર્ટ સીવડાવી આપ્યાં છે. મહિલાઓને સાડીઓ આપી અને જે મહિલાઓ ડ્રેસ પહેરતી હોય તેમને ડ્રેસ સીવડાવી આપ્યા. જેનો ફાયદો અહીંના સ્થાનિક દરજીઓને પણ થયો. આ સિવાય પણ પ્રોજેક્ટ પોષક, પ્રોજેક્ટ લક્ષ્મી, અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ, ટીન, પેરેન્ટ્સ, વિકલાંગથી દિવ્યાંગ, પ્રોજેક્ટ છત્રછાયા વગેરે પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ રચનાત્મક અને સેવાકીયકાર્ય કરી રહ્યા છીએ.

કામગીરી વિશે વિધારે માહિતી મેળવવા સંપર્ક કરવા ઇચ્છતા હોવ તો 9724388805 નંબર પર કોલ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here