દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે ગુજરાત સરકારના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો દેશની લોકસભામાં

0
332

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્યો

▪️હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે.

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો આજે દેશની લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે ભલામણ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારી નુકસાન થશે.75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે,બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ ,જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે.આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
આટલી મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર અને પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડી શકે તેવી આ યોજના તાત્કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના માધ્યમથી ભારત સરકારને કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here