જાત ના કે સંપ્રદાયોના નામે થતા વિવાદો એક બાજુ મૂકવા પડશે, બધાએ એક થઈ થોડા સહિષ્ણુ બનવું પડશે, થોડો ત્યાગ કરવો પડશે, થોડું બલિદાન આપવું પડશે, પોતાના ભેગા કરેલા અત્યાર સુધીના ધનને પણ અન્ય માટે વાપરવું પડશે,

0
203

મિત્રો- શુભ સવાર.

  • આજકાલ સહન શક્તિ ક્યાંય દેખાતી નથી, અને જે સહન કરે છે, એને ભાગે જિંદગીમાં સહન કરવાનું જ જાણે લખ્યું હોય

હિન્દુ રાષ્ટ્ર બનાવવું હશે, તો એકતા કેળવવી પડશે, અને નાના મોટા સૌ વર્ણ અને વર્ગના લોકોએ એક બીજાનું શોષણ કર્યા વગર સહિષ્ણુ બનવું પડશે, નાના વર્ગ નું પોષણ કરવું પડશે, તો જ કંઈક પરિણામ મળશે. નહીં તો સદીઓથી જેમ જીવતા આવ્યા છીએ જીવવું પડશે

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઘણીવાર એ સવાલ થાય કે સદગુરુ કૃપાનો બોધ લાગલગાટ કેટલા સમયથી ચિંતન બનીને વરસી રહ્યો છે, અને જો એક પણ વાત તેની આપણે સમજીને સ્વીકારીએ તો, જીવન ધન્ય બની જાય, રોજના કેટલા કકળાટ મટી જાય. પરંતુ પ્રવર્તમાન સમાજ ફક્ત આપણી એકની જાગૃતિથી થોડો સુધરો થઈ શકે! એટલે થોડું તપવું પણ પડે, અથવા તો સહન કરવું પડે. પરંતુ આજકાલ સહન શક્તિ ક્યાંય દેખાતી નથી, અને જે સહન કરે છે, એને ભાગે જિંદગીમાં સહન કરવાનું જ જાણે લખ્યું હોય, તેમ કોઈ ને એનાથી સંતોષ થતો નથી, એવી ફરિયાદ પણ બધા કરે છે. ભૂલ આપણી ત્યાં જ થાય છે કે, આપણે અન્ય ને સંતોષ થાય એવું જીવન જીવવાની સતત કોશિશ કરીએ છીએ, અથવા તો અન્યની નજરમાં સજ્જન બનવાની કોશિશ કરીએ છીએ. પરંતુ ખુદ ને આત્મસંતોષ થાય એવું જીવન ક્યારેય જીવી શકતા નથી, અને એની માટે ના પણ ઘણા કારણો છે, જે આપણે ઘણીવાર ચિંતનમાં જોયા છે. પણ મૂળ વાત એ જ છે કે, સહન કરવું એટલે કે સહિષ્ણુતાની ધરોહર પર હિન્દુ વિચારધારા ટકી હતી. પણ આજે એ હવે દેખાતું નથી, એટલે હિન્દુત્વનું ક્યાંકને ક્યાંક ધોવાણ થતું જાય છે. ગઈકાલે એક ગ્રુપમાં એક બે એવા મેસેજ જોયા કે, આપણને એમ થાય કે લોકો આવું પણ કરી શકે ખરાં? અને એની સામે હિન્દુને રાખીએ તો તેઓ પોતાનો ધર્મ બચાવવાં શું કરી શકે? બહુ ખેદ સાથે કહેવું પડે કે હિન્દુઓ એમાંનું કંઈ ન કરી શકે. કારણકે એક તો ક્યાંય એકતા નથી, વિખરાઈ ગયેલા જૂથ છે, અને દરેક જૂથને આધિપત્ય સ્થાપિત કરવું છે, અને પોતે શ્રેષ્ઠ છે એવું સાબિત કરીને બાકીના લોકો તેની સેવા કરે એવો મત તેઓનો છે. બેન્ગ્કોંગ ના લોકો ભારતીયો સાથે આજે પણ સંબંધ કેળવતાં ડરે છે, એવો એક મેસેજ ગઈકાલે વાંચ્યો, અને તેનું કારણ જ્યારે તેમના મોઢે સાંભળ્યું, ત્યારે આપણે ખરેખર એ વાત સાથે સંમત થવું પડે. એમણે કહ્યું કે ભારત પર અંગ્રેજોએ આટલું લાંબુ રાજ કર્યું, કે મોગલોએ લાંબુ રાજ કર્યું, પણ એ લોકો રાજ શું કામ કરી શક્યાં? કારણકે આપણા માણસો તેની સેનામાં હતાં. જનરલ ડાયસે જ્યારે જલિયાંવાલા બાગમાં ફાયરનો હુકમ આપ્યો, ત્યારે તે પોતે તો એકલો જ હતો! ગોળી મારનારી સેના તો હિન્દુઓની જ હતી, શું કામ ને તેણે પોતાના જ ભાઈઓ બહેનો પર ગોળી ચલાવી? એની બદલે એની પર ચલાવી શક્યા હોત તો! ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. જો હિન્દુ રાષ્ટ્ર બનાવવું હશે, તો એકતા કેળવવી પડશે, અને નાના મોટા સૌ વર્ણ અને વર્ગના લોકોએ એક બીજાનું શોષણ કર્યા વગર સહિષ્ણુ બનવું પડશે, નાના વર્ગ નું પોષણ કરવું પડશે, તો જ કંઈક પરિણામ મળશે. નહીં તો સદીઓથી જેમ જીવતા આવ્યા છીએ જીવવું પડશે, અને કાલે કોઈ અન્ય વિધર્મી આપણા પર શાસન કરી શકે, આપણને ગુલામ બનાવી શકે. અત્યાર સુધીના માં કદાચ આપણું ધર્મ સ્વાતંત્ર્ય જળવાયું હતું, પરંતુ આવનારા વર્ષોમાં એ શક્યતા પણ નહિવત દેખાય છે, અને હિંસક માનસિકતા કે વિકૃતિ ધરાવતા લોકોના અધિપત્યથી આપણી શું હાલત થશે એ કલ્પના પણ ધ્રુજાવી જાય છે.તો હિન્દુ વિચારધારા ના સૌથી મહત્વના ગુણ સહિષ્ણુતા વિશે આજે ચિંતનમાં વાત કરીશું.

સહિષ્ણુતાનો સીધોસાદો અર્થ કરીએ તો સહન કરવું, અથવા તો કોઈની વાત સ્વીકારી લેવી,કે પછી કોઈનું સ્વામીત્વ સ્વીકારી લેવું,અને તે જેમ કહે તેમ જીવવું. વર્ણ દ્રષ્ટિએ આપણા સમાજમાં મુખ્ય ચાર વર્ણો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર એટલે કે સેવક, એમાં ચોથા વર્ણમાં આવતાં વર્ગના લોકો સૌનું સમાજ જીવન, વધુને વધુ આરામદાયક બને એ હેતુને ધ્યાનમાં રાખીને પોતાનો વ્યવસાય કરતાં. જોકે આજે પ્રવર્તમાન સમાજમાં નાત-જાતના ભેદ ઓછા થઈ ગયા છે, એ બહુ જ સારી વાત છે, અને હવે તો શિક્ષણ નીતિ પણ બહુ સારું કામ કરે છે.યુવક-યુવતીઓ આંતરજ્ઞાતીય લગ્નો પણ કરતા થઈ ગયા છે, એટલે એ રીતે પણ સમાજમાં ઊંચનીચ ઓછી થતી જાય છે, જે પણ એક સારી વાત છે. પરંતુ હિન્દુ હિન્દુ સાથે જ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો એ વધુ સારું રહે, એવો એક મત પણ છે. કારણ કે અન્ય ધર્મ સાથેના લગ્ન એટલા સફળ થતાં નથી. આપણી જે સંસ્કૃતિ ન હોય તે આપણે એટલી હદે અપનાવી ન શકીએ, એ હકીકત ને પણ સ્વીકારવી પડે, અને કેટલાય પ્રેમને નામે કરેલ આવી ભૂલ પર પસ્તાવો પણ કરતા હશે.

ત્યાર ના સમાજની વાત કરીએ તો ત્યારે સેવક વર્ગના લોકોનુ કયું કામ હતું, જેમકે સૌનાં પીવાના પાણી ભરવાની વ્યવસ્થા, વસ્ત્ર બનાવવા સીવવા ની વ્યવસ્થા, ચપ્પલ બૂટ બનાવવાની વ્યવસ્થા,કે પછી અન્ય ઓજાર બનાવવાની વ્યવસ્થા, ઘર મકાન બનાવવા, એની માટે ના સાધન બનાવવા,કે રસોઈ માટે અનાજ કે રસોઈ ના મસાલા દળવા, કે સાફ સફાઈ વગેરે વગેરે કેટલુંય આવી શકે એ બધું જ કરનારા પોતાના વ્યવસાય ને જ પોતાનું કર્મ ગણી ને જીવન જીવતાં. જે તે સમયમાં અન્ય વર્ગના લોકોએ તેઓથી પોતે શ્રેષ્ઠ છે એવું સાબિત કર્યું, અને એને પરિણામે અસ્પૃશ્યતાનું દૂષણ આપણા સમાજમાં પ્રવેશી ગયું. પરંતુ આપણે જરા સુક્ષ્મ રીતે વિચારીએ તો આપણી આ જરૂરિયાતો ને જો કોઈ બનાવવાનો ઇનકાર કરી દે, તો જીવન કેમ ચાલે? અને ન જ ચાલે, એ તેઓ સમજતાં હતા, એટલે જ એમની આર્થિક સદ્ધરતા કોઈ દિવસ થવા ન દીધી,અને એને પરિણામે પીડિત સમાજ થોડી ઘણી લાલચમાં આવી જઈને જે તે સમયના શાસનકર્તા આગળ વેંચાય ગયાં.

કોઈ એક સ્પ્રિંગ હોય એને તમે કેટલો સમય દબાવી શકો! અને જ્યાં સુધી એ દબાયેલી હોય ત્યાં સુધી જ એ વ્યવસ્થિત કે સંયમમાં રહે, પણ જે દિવસે એને છોડો, એ દિવસે એ ઉછળે ઉછળે ને ઉછળે જ, એટલે કે ઉદ્ધત બને, આ વાત સત્ય સાબિત થઈ છે. વર્ણ ના નામે થતાં આવાં અત્યાચારો કેટલું કોઈ સહન કરે, અને પરાકાષ્ઠાએ વિદ્રોહ સિવાય બીજું કંઈ હાથ ના આવે, અથવા તો કોઈ કોઈ પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત પણ કરી લેતા હોય છે, અને એ રીતે જ ચમચાગીરી નું દૂષણ પણ આપણા સમાજમાં પ્રવેશી ગયું. અન્ય ક્ષેત્રમાં તો હજી પણ ઠીક છે, પરંતુ રાજકારણમાં ચમચાગીરી એ બહુ મોટો અનર્થ કર્યો. અમુક અમુક પાર્ટીના નેતાઓ ના અમુક લોકો સાથેના સંબંધો કે ખુશામત ને કારણે થતાં કરારો, કે તેના કૌભાંડો વિશે કેટલાયે સોશિયલ મીડિયામાં મેસેજો, અને વિડીયો આવે છે, કે હિન્દુઓ હવે તો જાગો એમ કરીને, ખરેખર જો એ બધું સાચું હોય તો આપણે શરમાવા જેવું જ છે, અને હશે પણ ખરું! કારણ કે આઝાદીના આટલા વર્ષે પણ આપણી માનસિકતામાં કંઈ એટલો ફેર પડ્યો નથી. મોગલોએ આપણી પર રાજ કર્યું, અંગ્રેજોએ પણ આપણી પર રાજ કર્યું, પણ આપણને જાણે ગુલામી માફક આવી ગઇ હોય તેમ, આપણે આપણા ઉજળા ભવિષ્ય વિશે વિચારતા જ નથી, અને જે કોઈની સત્તાનું ત્રાજવું બળવાન દેખાય, એની ખુશામત કરવાં પહોંચી જઈએ છીએ,પણ ક્યાં સુધી આવું, આપણાં ધર્મ વિરુદ્ધ નું જીવીશું?? શું આપણામાં જરાય આપણાં પણું નથી?

એ નાત જાત ના કે સંપ્રદાયોના નામે થતા વિવાદો એક બાજુ મૂકવા પડશે, બધાએ એક થઈ થોડા સહિષ્ણુ બનવું પડશે, થોડો ત્યાગ કરવો પડશે, થોડું બલિદાન આપવું પડશે, પોતાના ભેગા કરેલા અત્યાર સુધીના ધનને પણ અન્ય માટે વાપરવું પડશે, અને એમાં પણ ખાસ કરીને નાનામાં નાના માણસોને અમે તમારી સાથે છીએ, એવો દિલાસો આપવો પડશે, તેમની હિંમત બનવું પડશે, અને જો આપણે આવું બધું કરી શકીશું, તો જ હિન્દુ રાષ્ટ્ર નું સ્વપ્ન જોવાનો આપણને હક્ક છે. કારણ કે ભારતની 150 કે 160 કરોડની સંખ્યામાં 60 કરોડ લોકો જ સદ્ધર છે, એટલે કે ખાતા-પીતા અને પોતાનું રોજીંદુ જીવન કષ્ટ વગર જીવી શકે એવાં, બાકી ના નું જો હિન્દુ થઈ નહીં વિચારીએ તો, એ લોકો શું કામ પોતાની જાતને હિન્દુ કહેવડાવે? કારણકે આઝાદીના આટલા વર્ષો પછી પણ એમની સ્થિતિમાં જોઈએ એવો કોઈ ખાસ ફેર પડ્યો નથી, બસ આ વિચાર પર સમાજ જ્યારે અમલ કરશે, ત્યારે એ 100 કરોડ ના બે હાથ એટલે કે 200 કરોડ હાથ આપણી સાથે હાથ મિલાવશે,અને ત્યારે જ કંઈક પરિણામ આવશે, અને પછી વિશ્વની કોઈ તાકાત નથી કે હિન્દુ રાષ્ટ્ર બનતા રોકી શકે, અને બન્યા પછી તેને તોડી શકે. તો ઘણા વર્ષો એમણે સેવા કરી હવે, થોડી એમની કષ્ટી ઓછી કરવાની સેવા આપણે પણ કરીએ, થોડાં સહિષ્ણુ આપણે પણ બનીએ, અને તો જ આપણું આ હિન્દુ રાષ્ટ્ર નું સ્વપ્ન પુરું થશે. એકતામાં બહુ મોટી તાકાત છુપાયેલી છે,એ સત્ય ને જાણી આપણે નાત જાત કે વર્ણ નાં ભેદભાવ ભૂલીને સૌ એક થઈ શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here