” ખેલે ઇન્ડીયા – ખીલે ઇન્ડીયા ” વલસાડ જિલ્લાના કપરાડા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શાળામાં રમત ગમતના સાધનો ખરીદીમાં કરવામાં આવી ગેરરીતિઓ..

0
203

  • ભારત સરકાર, શિક્ષા મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ વલસાડ જિલ્લાના કપરાડા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શાળામાં રમત ગમતના સાધનો ખરીદી કૌભાંડમાં થઈ ભારે ગોબચારી
  • કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોના દબાણ હેઠળ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ તથા બીઆરસી સીઆરસીની મિલી ભગતથી રમતગમતના સાધનોની ડીલેવરી આપ્યા વગર કપરાડામાં શાળાના મુખ્ય શિક્ષકો પાસેથી એડવાન્સ ચેક લઈ લીધા

( ગોલ્ડન સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોરના સ્પોન્સર ક્રિકેટ અને કોચિંગ ક્લાસમાં 11000 રૂપિયા નું દાન ગુજરાત ના મંત્રી અને શિક્ષકોની હાજરી )

ગોલ્ડન સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોરના પડદા પાછળના સંચાલકો કે જે સીઆરસી કોઑર્ડીનેટર તરીકે કપરાડામાં ફરજ બજાવે છે – દિનેશ ગુજ્જર

કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં રમત ગમતના સાધનોની ખરીદી બાબતે ભારત સરકાર, શિક્ષા મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રાથમિક શાળાઓમાં રમત ગમતના સાધનો આપવા માટે બજેટ કીટ દીઠ કિંમત શાળા ૫૦૦૦/- જે તે જિલ્લાની શાળાઓમાં ત્યાંની સ્થાનિક અને પ્રચલિત રમતો માટે જરૂરી સાધનો શાળા કક્ષાએથી જ નકકી કરી ખરીદી શકાય તે માટે મંજુર થયેલ રકમ સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (એસએમસી) ને ફાળવવામાં આવેલી છે. જે માટે સ્કુલ મેનેજમેન્ટ કમિટીએ ધ્યાનમાં રાખવાના ની રહશે શાળા કક્ષાએ ઉપરોકત રકમની મર્યાદામાં રમત ગમતના સાધનોની ખરીદી થાય તે ધ્યાનમાં રાખવાનું રહેશે.સાધનોની ખરીદી માટે ખેલે ઇન્ડીયા – ખીલે ઇન્ડીયા’ ની તા.૨૪.૧૨.૨૦૧૮ ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું
રહેશે.
સાધનોની ખરીદી વખતે રમત ગમત અધિકારી, શાળા કક્ષાએથી વ્યાયામ શિક્ષક તેમજ અન્ય રમતોના નિષ્ણાંતોના
પરામર્શમાં રહીને જ કરવાની હોઈ છે.સાધનોની ખરીદી માટે શિક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલ યાદીને મુજબ ખરીદી કરેલ સાધનોની ચકાસણીની જવાબદારી જે સીઆરસીની
તાલુકા કક્ષાએ ૧૦ ટકા શાળાઓની ચકાસણી બીઆરસીએ કરવાની હોઈ છે.
જિલ્લા કક્ષાએ આ સાધનોની ચકાસણી માટે કમિટી દ્વારા જેના દ્વારા ૫ ટકા જેટલી શાળાઓ
ચકાસણી કરવાની રહેશે.
આ સાધનોની ખરીદી નિષ્ણાંતને સાથે રાખીને, રમતના મેદાનને તથા ખેલ મહાકુંભમાં રમાતી રમતોને દર રાખીને, શાળાના બાળકો જે રમતમાં રસ ઘરાવતા હોય તેમજ સ્થાનિક રમતોને પ્રોત્સાહન મળી રહે તેવા
ગુણવત્તા ધરાવતા સાઘનોની
રમત ગમતના સાધનો ખરીદવા રમત ગમતના સાધનોની પસંદગી તેમજ ખરીદી સ્કુલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવાની હોય તથા આ સાધનોની જાળવણી શાળાએ કરવાની રહેશે.
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ખેલકૂદ અંગે ગુજરાત રાજ્ય સરકાર ને ફાળવવામાં આવેલ રમતગમત સાધન ખરીદી ગ્રાન્ટનો કપરાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીટ નિરીક્ષક, બીઆરસી કોઑર્ડીનેટર, સીઆરસી અને કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેતાઓની મિલી ભગતથી આચરવામાં આવ્યો લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર.

કપરાડા તાલુકા મથક પર આવેલ જનરલ સ્ટોર જેના માલિક વલસાડ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા બી આર સી કોઑર્ડીનેટર હોવાની વાત જાણવા મળી રહી છે. જેમાં એક સ્થાનિક સીઆરસી અને બીજો સૌરાષ્ટ્ર વિસ્તારનો જાણવા મળેલ છે. આ બંને મહાશય તાલુકા પંચાયત કચેરી તથા દુરૂપયોગ કરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીટ નિરીક્ષકો, બીઆરસી કોઑર્ડીનેટર તથા કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે મળી દુકાનના નામે શિક્ષકોની બીટ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ તાલુકા પંચાયતના પ્રમુખ કે તાલુકા વિકાસ અધિકારીશની મંજૂરી વગર દિક્ષલ મુકામે યોજેલ હતી.આ કાર્યક્રમથી રમતગમત સાધન ખરીદીમાં આ સહુની સામેલગીરી સાબિત થઈ રહી છે.
રમતગમત સાધન ખરીદી શાળાએ એસ એમ એસ કક્ષાએ ઠરાવ કરી ત્રણ ભાવ પત્રક મંગાવી ખરીદ કરવાના હોય છે એને બદલે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોના દબાણ હેઠળ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ તથા બીઆરસી સીઆરસીની મિલી ભગતથી રમતગમતના સાધનોની ડીલેવરી આપ્યા વગર કપરાડામાં આવેલ ગોલ્ડન સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોરના પડદા પાછળના સંચાલકો કે જે સીઆરસી કોઑર્ડીનેટર તરીકે કપરાડામાં ફરજ બજાવે છે એમણે શાળાના મુખ્ય શિક્ષકો પાસેથી એડવાન્સ ચેક લઈ લીધા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારમાં સામેલ વ્યક્તિઓ સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંભીર નોંધ લઇ તપાસ કરી ભ્રષ્ટાચારી તત્વો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે ખરા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here