મિત્રો- શુભ સવાર.હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હિન્દુ રાષ્ટ્ર માટેની પરિસ્થિતિને જેમ જેમ થાળે કરવાની સાચાં હિન્દુઓ કોશિશ કરતા જાય છે, તેમ તેમ ઘણીવાર પરિસ્થિતિ વધુ ને વધુ પ્રતિકૂળ થતી જાય. એ જ રીતે અત્યારે સમાજમાં સમાજના શુભ ચિંતકો, અને હિન્દુ રાષ્ટ્ર બને એવી શુભેચ્છા રાખવાવાળા સામે, અન્ય ધર્મ કે સંસ્કૃતિના લોકો જ પડકાર રાખે છે એવું નથી, હિન્દુ પણ હિન્દુનો વિરોધી હોય, તેમ જૂનું જૂનું બધુ ગોતી ગોતીને હિન્દુ સંસ્કૃતિમાં જ કંઈ છે નહીં, એવી વાત સાબિત કરે છે. આપણા ધર્મ શાસ્ત્રો, અને વૈદિક શાસ્ત્રોની તોહીન કરતો એક વીડિયો ઋગ્વેદ અને અન્ય વેદો સામે પણ ચેલેન્જ જેમાં કરી હતી એ કાલે જોયો. હવે સામાન્યથી સામાન્ય લોકો તો આ રીતના ઉત્તેજક ભાષણો સાંભળીને એમ જ સમજે કે જાહેરમાં થતી આવી વાતો માં કંઈક તથ્ય હશે, અને એમાં પણ જ્યારે પુસ્તકનું નામ સાથે વાત કરવામાં આવે ત્યારે તો એમ જ થાય, અત્યારે કોને સમય હોય છે કે એવું તપાશે. એટલે કહેનારની વાત સાચી માની જાય, અને પોતાની સંસ્કૃતિ તેમજ પોતાના શાસ્ત્રો ઉપર શંકા કરે, અને આમ સંસ્કાર નું ધોવાણ થાય. ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા એ અમુક લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે કે, 160 કરોડ માંથી 100 કરોડ લોકો પણ જો હિન્દુત્વ માટે જાગી જશે, તો બહુ મુશ્કેલી થશે. એટલે વિધર્મીઓ એ હવે પોતાની ચાલ કામયાબ કરવાં આવાં હિન્દુઓનો જ સહારો લીધો છે, અને એનાં મારફત ગમે તેવો પ્રચાર કરે છે. વર્તમાન મીડિયા માં ન્યૂઝ પેપર કે અન્ય ટીવી મીડિયા કરતાં પણ સોશિયલ મીડિયા વધુ સક્રિય છે, એ લોકો જાણે છે, અને એટલે જ સોશિયલ મીડિયા પર આવા કેટલાય મેસેજ તેમજ વિડીયો અપલોડ થાય છે, અને આ રીતે ભારતીય હિંદુ પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવે છે. ગઈ કાલે આપણે ભારતીય હિન્દુ સમાજની સહિષ્ણુતા વિશે વાત કરી હતી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ના સપથ લીધેલા યોગી આદિત્યનાથે પણ એ જ વાતને સમર્થન કરતા કહ્યું કે, હિંદુ સંસ્કૃતિ વિશ્વની સૌથી સહિષ્ણુ સંસ્કૃતિ છે, એનો અન્ય ધર્મ કે સંસ્કૃતિના લોકો તેની આ લાક્ષણિકતા નો ફાયદો ઉઠાવી રહ્યા છે. પરંતુ હવે એ વાતને હિન્દુ પ્રજા ચલાવી નહીં લે, એનામાં વિખવાદ ઊભો કરનારને જરૂર સજા થશે. ભારતીય સમાજમાં સાધુ-સંતોને ખૂબ જ મહત્વ દેવામાં આવે છે, અને સાધુ-સંતો એ આપણી સંસ્કૃતિના આભૂષણો છે. તેઓએ હંમેશા સમાજના હિત માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું છે,અને નાનામાં નાના માણસો સુધી જઈને તેમને દિલાસો આપ્યો છે, તેમની જરૂરિયાતો વિશે જાણ્યું છે, અને તેનાથી પૂરું થાય તે કર્યું છે, અને એથી પણ વધુ આપણા સમાજને સાચા ધર્મ તરફ પ્રેરિત કર્યા છે. એવા સાધુ સંતો વિશે પણ ગમે તેવી વાતો અત્યારે સોશિયલ મીડિયામાં થઇ રહી છે. ઘણી વાર તો એવું આશ્ચર્ય થાય કે, આપણે આવું શું કામ સાંભળી લઈએ છીએ, શું આપણામાં હવે એટલું પણ જમીર રહ્યું નથી, કે ખુમારી રહી નથી!: કે આપણાં શુભ ચિંતકોનાં જ દુશ્મન બની રહ્યા છીએ. અંદરો અંદરના વિખવાદને કારણે કેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને કેવી ગુલામી ભોગવવી પડે છે,એ આપણાથી વધુ સારી રીતે કોણ કહીં શકે, તે છતાં પણ આવું!! પરંતુ ભગવાન શંકરનું વરદાન છે કે હિન્દુ સનાતન ધર્મને કોઈ ખત્મ કરી શકશે નહીં, કારણ કે તેની સ્થાપના જ ખુદ ભગવાન શંકરે કરી છે. તેનાથી મોટાં સમર્થ કોણ હોય શકે? ભગવાન શંકર સર્જન વિસર્જન બંને પ્રકારના શુભ મંગલકારી ગુણ કે ભાવનું વહન કરનાર છે, એટલે કે આપણું શુભ કે મંગલ સર્જનમાં સમાયેલું હોય તો એ એ રીતે કલ્યાણ કરે, અને વિસર્જનમાં હિત સમાયુ હોય તો એ રીતે કલ્યાણ કરે. એટલે કે હિન્દુ રાષ્ટ્ર માટે એ આવાં વિરોધી ઓનું વિસર્જન પણ કરી શકવા સમર્થ છે. ભગવાન શ્રી રામની કથા એટલે કે રામકથાના સૌથી પહેલા ગાયક ભગવાન શંકર પોતે જ છે, એટલે કે આપણી સંસ્કૃતિ કે પાયામાં રહેલી રામરાજ્યની વાતનાં, રામ વિષે આપણે રામચરિત માનસ દ્વારા જાણી શકીએ છીએ. ગઈકાલે આવાં જ વિવાદનાં સંદર્ભમાં મનીષભાઈએ ખુબ સરસ વાત કરી, તેમણે કહ્યું કે આપણા ધાર્મિક શાસ્ત્રો માટેની આપણને કોઈ પણ જાણકારી જોઈતી હોય તો, ગોરખપુર ગીતા પ્રેસ ના જ પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખવો, જેથી કરીને ગુમરાહ થવાની શક્યતા ઓછી રહે. તો આજે આપણે પ્રવર્તમાન સમાજ કંઈ કંઈ રીતે ગુમરાહ થઈ શકે છે,એ વિશે જ ચિંતનમાં વાત કરીશું.સદીઓથી હિન્દુ કે ભારતીય સમાજમાં વર્ણની રીતે અને આર્થિક સદ્ધરતા ની રીતે બહુ મોટો તફાવત જોવા મળે છે. એટલે કે કોઈ સોના ચાંદીના વાસણો જમવામાં વાપરે એટલું ધન હોય, અને કોઈને પાસે જમવા માટે થાળી પણ ન હોય, એવી પરિસ્થિતિ આપણા સમાજમાં આજની નથી, સદીઓથી ચાલી આવી છે, અને આપણે ગઇકાલે પણ આ વાત કરી હતી કે, આવા લોકો આસાનીથી ગુમરાહ થઈ શકે છે. એટલે કે પોતાની પ્રાથમિક જરૂરિયાત, માટે તે અન્યના પ્રભાવમાં આવી જાય છે, અને એટલે જ આપણે ત્યાં ધર્માંતર ની પ્રવૃત્તિ પણ ખૂબ જ જોરશોર માં ચાલે છે. ભારતમાં વસતા આજના ખ્રિસ્તીઓ નું મૂળ અંતે તો ભારતીય જ છે, એવું આપણને જાણવા મળે. કારણ કે એમની જરુરીયાત પૂરી કરી, અને એ ધર્મ ના વડાઓ એ તેમને પોતાના ધર્મથી પ્રભાવિત કર્યા. હવે બહુ સ્વાભાવિક વાત છે કે કોઈ કપરી પરિસ્થિતિમાં જીવતું હોય, અને કોઈ મદદ કરે તો, તેને બહુ સારુ લાગે, અને તે તેના પ્રભાવમાં આવી જાય, અથવા તો આભાર કે ઋણ ચૂકવવા પણ કોશિશ કરે. ભારતમાં સૌથી પહેલી આ પ્રવૃત્તિ કલકત્તામાં શરૂ થઈ, કલકત્તામાં ખૂબ જ ગરીબી છે, અને એમની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરીને એમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરિત કર્યા. કોઈ કોઈ પર તો દબાણ થયા ની વાતો પણ છે. પરંતુ આપણે વાતને સત્ય ન માનીયે, પરંતુ આ હકીકત તો છે જ, કે તેમની સમયે મદદ કરીને, પોતાના ધર્મથી પ્રભાવિત કર્યા. જો એ સમયે આવું કંઈક આપણી સંસ્કૃતિ ને મજબુત બનાવવા વિશે વિચાર્યું હોત તો, શક્ય છે પરિસ્થિતિ કંઈક જુદી હોતબીજું સમાજના કહેવાતા હિન્દુઓને પોતાની શ્રીમંતાઈ વધારવામાં જ રસ હતો, અને અન્ય સેવક વર્ગના લોકો તેની ગુલામી કરતા રહે એમાં જ તેને રસ હતો. એટલે ભારતીય સમાજમાં જમીનદારી નું દૂષણ પણ ખૂબ જ ફૂલ્યુ ફાલ્યું હતું, અને આમ નાના વર્ણના તેમજ વર્ગના લોકોને જમીનો કે અન્ય વસ્તુ એકવાર ગીરવે મુકાય પછી જિંદગીભર એ ગીરવે જ રહેતી હતી, અને લોકો વ્યાજ પેટે પોતાની કમાણી શ્રીમંત ને આપતા રહે, તોય મૂળ રકમ કે જમીન છૂટે નહીં. સીધી રીતે કહીએ તો સમાજનાં પોતાના જ ભાઈ બહેનોની દુરદર્શા કરવામાં પાછીપાની કરી નહીં, એટલે આ પ્રજા કે સમાજ ગુમરાહ થયો. જો એ સમયે સાચી હિન્દુ વિચારધારા મુજબ આવા શ્રીમંતો કે સમાજના ઠેકેદારોએ ઉદારતા બતાવી હોત, માનવતા બતાવી હોત, તો એ નાનાં વર્ગ કે વર્ણનો સમાજ ગુમરાહ ન થાત, અને પરિસ્થિતિ હિન્દુ વિચારધારા તરફી જ હોત!આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવીની ઉપાધિ આપવામાં આવી હતી, પરંતુ કાળક્રમે આ વાત ભુલાતી ગઈ, અને સ્ત્રીઓ ને સાધન સમજવામાં આવી. સમાજનો શ્રીમંત વર્ગ નાના વર્ગની સ્ત્રીઓને પોતાની ઐયાસી નું સાધન સમજવા લાગ્યો, અને આમ ગામની કે સમાજની બેન દીકરીઓની આબરૂ સુરક્ષિત ન રહી, અને એ સમયે જે કોઈ એ આવી સ્ત્રી કે મહિલા ના હિત કે તેના અધિકાર માટે વિચાર્યું, સ્વાભાવિક રીતે જ આ વર્ગના લોકો તેના પ્રભાવમાં આવી ગયાં,અને એને પરિણામે હિન્દુ વિચારધારા નું ધોવાણ થયું. એટલે બહુ ખેદ સાથે કહેવું પડે કે, અન્ય સંસ્કૃતિઓ એ કે અન્ય ધર્મ ના લોકો એ આપણી પર રાજ કર્યું એનું મુખ્ય કારણ આપણું આ સામાજિક અંતર વિષે ની માન્યતા અને આંતરિક વિખવાદો જ હતાં.પરંતુ સમયે આપણને ફરીને એ જ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે, તો શું હજી પણ આપણે એ જ ભૂલ કરીશું? અંદર અંદર ના વિખવાદો અને આવા એકબીજા પરનાં આક્ષેપો કરીને, આપણે પેલી બે વાંદરાઓ ની વાર્તા જેવું જ કરીએ છીએ. બે વાંદરા ને એક રોટલી મળી હતી, અને એમણે અડધાં ભાગ કરવાં માટે બિલાડી ને કહ્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે વાર્તાના અંતે વાંદરાના હાથમાં કટકો કટકો રોટલી પણ આવી નહીં. બિલાડી બધું ખાઈ ગઈ, તેમ અન્ય સંસ્કૃતિ કે અન્યના અન્ય ધર્મના લોકો બિલાડી બનીને આપણી સંસ્કૃતિ હડપ કરવા બેઠા છે, એ સત્ય જો એકવાર સમજાઈ જાય, તો જ સમાજના શુભચિંતકો એ જોયેલું હિન્દુ રાષ્ટ્ર નું સ્વપ્ન પૂરું થશે, નહીં તો આમ જ વગર ચોમાસે ફુટી નીકળતાં બિલાડીના ટોપ જેવા આવા સમાજને ગુમરાહ કરતાં વિડિયો કે પોસ્ટ થી સમાજ ગુમરાહ થતો રહેશે, અને બિલાડી જેમ અન્ય ધર્મ ના લોકો આપણી સંસ્કૃતિ ને હડપ કરતા રહેશે, એટલે કે પ્રજા એ તરફી થતી જશે! તો આ વાસ્તવિક સત્યને નજર અંદાજ કર્યા વગર જેટલું ઝડપથી સ્વીકારી લેશું, અને આપણાથી તિરસ્કૃત કે તરછોડાયેલા લોકો તરફ ઉદારતાથી, શૂરવીરતાથી, માનવતાથી, કે સહિષ્ણુતાથી,હાથ લંબાવવો પડશે, ત્યારે જ પરિસ્થિતિ નો કોઈ હલ નીકળશે. એટલે કે એને સ્વીકારી ને સન્માન આપવું પડશે, એમની સમસ્યા ને સમજવી પડશે, એમની જરુરીયાતો પૂરી કરવી પડશે,તો જ એ ગુમરાહ નહીં થાય. વિકાસ ની રીતે આપણે ખૂબ વિકાસ કર્યો,પણ એ બધી સગવડતા સૌને મળે છે ખરી? એ પણ વિચારવું પડશે, તો જ આપણે હવે હિન્દુ રાષ્ટ્ર બનાવી શકીશું! આપણે ગુમરાહ થતાં સમાજને સમજાવી શકીએ, અને આવાં ગુમરાહ થતાં વિડિયો કે મેસેજથી પોતાની જાતને પણ ગુમરાહ થતી બચાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)